નિર્ગમન ૧૪:૬
એટલે ફારુને પોતાનો રથ અને લશ્કરને તૈયાર કર્યું.નિર્ગમન ૧૪:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 14:6
- He prepared his chariot, and took his army with him;
- हिन्दी — निर्गमन १४:६
- तब उसने अपना रथ तैयार करवाया और अपनी सेना को संग लिया।
સંદર્ભમાં
૪હું ફારુનનું હૃદય હઠીલું કરીશ, એટલે તે તમારો પીછો કરશે. પણ હું તેના લશ્કરનો પરાજય કરીને મારો મહિમા વધારીશ. ત્યારે મિસરવાસીઓ જાણશે કે, હું ઈશ્વર છું.” અને ઇઝરાયલીઓએ ઈશ્વરના કહ્યા પ્રમાણે કર્યું.
૫જ્યારે મિસરના રાજાને ખબર આપવામાં આવી કે, ઇઝરાયલી લોકો જતા રહ્યા છે. ત્યારે ફારુનનું અને તેના સરદારોનું વલણ બદલાઈ ગયું. તેઓને થયું કે, “આપણે શું કર્યુ? આપણે તેઓને કેમ જવા દીધા? આપણે આપણા ગુલામોને ગુમાવ્યા છે.”
૬એટલે ફારુને પોતાનો રથ અને લશ્કરને તૈયાર કર્યું.
૭ફારુને પોતાના રથદળમાંથી મિસરના સૌથી શ્રેષ્ઠ છસો સરદારોને અને અન્ય રથો સહિત તેઓના સરદારોને સાથે લીધા.
૮યહોવાહે મિસરના રાજા ફારુનને હઠીલો બનાવ્યો, તે પોતાનું સૈન્ય લઈને નીડર ઇઝરાયલીઓની પાછળ પડ્યો.
