નિર્ગમન ૧૭:૮
અમાલેકીઓએ રફીદીમ આગળ આવીને ઇઝરાયલીઓ પર હુમલો કર્યો.નિર્ગમન ૧૭:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 17:8
- Then Amalek came and fought with Israel in Rephidim.
- हिन्दी — निर्गमन १७:८
- तब अमालेकी आकर रपीदीम में इस्राएलियों से लड़ने लगे।
સંદર્ભમાં
૬જો, હોરેબ પર્વતના એક ખડક ઉપર હું તારી સામે ઊભો રહીશ, પછી તું તે ખડક પર પ્રહાર કરજે, એટલે તે ખડકમાંથી પાણી નીકળશે, જેથી લોકોને પીવા પાણી મળશે.” ઇઝરાયલના વડીલોના દેખતાં મૂસાએ તે મુજબ કર્યુ. એટલે ત્યાં પાણીનું વહેણ થયું.
૭મૂસાએ તે જગ્યાનું નામ માસ્સાહ અને મરીબાહ રાખ્યું. કારણ કે આ એ જ જગ્યા હતી જ્યાં ઇઝરાયલના લોકો એની વિરુદ્ધ થયા હતા. અને તેઓએ યહોવાહની કસોટી કરી હતી, તે લોકો જાણવા માગતા હતા કે યહોવાહ અમારી વચ્ચે છે કે નહિ?
૮અમાલેકીઓએ રફીદીમ આગળ આવીને ઇઝરાયલીઓ પર હુમલો કર્યો.
૯પછી મૂસાએ યહોશુઆ ને કહ્યું કે, “તું આપણામાંથી જોઈતા માણસો પસંદ કરી લે. આવતી કાલે અમાલેકીઓ સામે યુદ્ધ કર. હું ઈશ્વરની લાકડી મારા હાથમાં લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ.”
૧૦યહોશુઆએ મૂસાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તે અમાલેકીઓ સામે જંગે ચડયો. મૂસા તથા હારુન અને હૂર પર્વતના શિખર પર પહોંચી ગયા.
