નિર્ગમન ૨:૧
એ સમયમાં ઇઝરાયલના લેવી કુળના એક જુવાને પોતાના જ કુળની કન્યા સાથે લગ્ન કર્યું.નિર્ગમન ૨:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 2:1
- A man of the house of Levi went and took a daughter of Levi as his wife.
- हिन्दी — निर्गमन २:१
- लेवी के घराने के एक पुरुष ने एक लेवी वंश की स्त्री को ब्याह लिया।
સંદર્ભમાં
૧એ સમયમાં ઇઝરાયલના લેવી કુળના એક જુવાને પોતાના જ કુળની કન્યા સાથે લગ્ન કર્યું.
૨તેઓના સંસારમાં એક દીકરાનો જન્મ થયો. તે ખૂબ સુંદર હતો. તેની માએ તે દીકરાને ત્રણ માસ સુધી સંતાડી રાખ્યો.
૩પરંતુ તેનાથી વધારે સમય સુધી તેને સંતાડી રાખવાનું શક્ય ન હતું, તેથી તેણે ગોમતૃણની એક પેટી બનાવી, તેને ચીકણી માટી અને ડામરથી લીંપીને છોકરાને તેમાં સુવાડ્યો. પછી પેટીને તે નીલ નદી કિનારે બરુઓના છોડ વચ્ચે મૂકી આવી.
