નિર્ગમન ૨૨:૨૧
તમારે વિદેશીઓને હેરાન કરવા નહિ, તેઓના પર ત્રાસ ગુજારવો નહિ, કારણ કે, તમે પોતે મિસર દેશમાં વિદેશી હતા.નિર્ગમન ૨૨:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 22:21
- “You shall not wrong an alien or oppress him, for you were aliens in the land of Egypt.
- हिन्दी — निर्गमन २२:२१
- “तुम परदेशी को न सताना और न उस पर अंधेर करना क्योंकि मिस्र देश में तुम भी परदेशी थे।
સંદર્ભમાં
૧૯જાનવરની સાથે કુકર્મ કરનારને મૃત્યુદંડની સજા કરવી.
૨૦મારા સિવાય એટલે કે યહોવાહ સિવાય બીજા કોઈ પણ દેવને યજ્ઞ કરનાર અને આહુતિ આપનાર માણસનું નામનિશાન રહેવા દેવું નહિ.
૨૧તમારે વિદેશીઓને હેરાન કરવા નહિ, તેઓના પર ત્રાસ ગુજારવો નહિ, કારણ કે, તમે પોતે મિસર દેશમાં વિદેશી હતા.
૨૨કોઈ વિધવા કે અનાથ બાળકને રંજાડશો નહિ.
૨૩જો તમે કોઈ પણ પ્રકારે તેઓને ત્રાસ આપશો અથવા દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેઓનો પોકાર સાંભળીશ.
