નિર્ગમન ૨૩:૧
“તમારે જૂઠી અફવા માનવી નહિ, કે ફેલાવવી નહિ. દુર્જનને સાથ આપીને ખોટી સાક્ષી પૂરવી નહિ.નિર્ગમન ૨૩:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 23:1
- “You shall not spread a false report. Don’t join your hand with the wicked to be a malicious witness.
- हिन्दी — निर्गमन २३:१
- “झूठी बात न फैलाना। अन्यायी साक्षी होकर दुष्ट का साथ न देना।
સંદર્ભમાં
૧“તમારે જૂઠી અફવા માનવી નહિ, કે ફેલાવવી નહિ. દુર્જનને સાથ આપીને ખોટી સાક્ષી પૂરવી નહિ.
૨બહુમતીથી દોરવાઈને તમારે ખોટું કામ કરવું નહિ, તેમ જ ન્યાયલયમાં સાક્ષી આપતી વખતે ન્યાયના ભોગે બહુમતીનો પક્ષ લેવો નહિ.
૩માણસ ગરીબ હોય તો તેની ગરીબીના કારણે ન્યાયાલયમાં તેના પ્રત્યે પક્ષપાત ન રાખવો. જો તે સાચો હોય તો એનો જ પક્ષ લેવો.”
