નિર્ગમન ૨૮:૩
મેં જે વસ્ત્ર કલાકારોને કૌશલ્ય બક્ષ્યું છે, તેઓને સૂચના આપ કે હારુન માટે પોષાક તૈયાર કરે કે જે પરિધાન કરીને યાજક તરીકે તે મારી સમક્ષ સેવા કરે.નિર્ગમન ૨૮:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 28:3
- You shall speak to all who are wise-hearted, whom I have filled with the spirit of wisdom, that they make Aaron’s garments to sanctify him, that he may minister to me in the priest’s office.
- हिन्दी — निर्गमन २८:३
- और जितनों के हृदय में बुद्धि है, जिनको मैंने बुद्धि देनेवाली आत्मा से परिपूर्ण किया है, उनको तू हारून के वस्त्र बनाने की आज्ञा दे कि वह मेरे निमित्त याजक का काम करने के लिये पवित्र बनें।
સંદર્ભમાં
૧ઇઝરાયલીઓમાંથી તું તારા ભાઈ હારુનને અને તેના પુત્રો નાદાબ, અબીહૂ, એલાઝાર, અને ઈથામારને અલગ કરીને મારી સેવા માટે યાજકો તરીકે સમર્પિત કરજે.
૨તારા ભાઈ હારુનને માટે પવિત્ર પોષાક તૈયાર કરાવજે, જેથી તેનો મોભો અને ગૌરવ જળવાય.
૩મેં જે વસ્ત્ર કલાકારોને કૌશલ્ય બક્ષ્યું છે, તેઓને સૂચના આપ કે હારુન માટે પોષાક તૈયાર કરે કે જે પરિધાન કરીને યાજક તરીકે તે મારી સમક્ષ સેવા કરે.
૪તેઓ આ પોષાક બનાવે: ઉરપત્રક, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો લાંબો જામો, પાઘડી તથા કમરબંધ; તેઓએ તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માટે મારા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે ગણવેશ તરીકે પહેરવાના અલગ પવિત્ર વસ્ત્રો બનાવવાં.
૫એ વસ્ત્રો સોનેરી દોરા તથા ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનાં ઊનનાં અને ઝીણા કાંતેલા શણના કાપડમાંથી જ બનાવવાં.
