નિર્ગમન ૨૮:૩૯
હારુનનો ઝભ્ભો ઝીણા કાંતેલા શણનો બનાવવો અને પાઘડી પણ ઝીણા કાંતેલા શણની જ બનાવવી અને તેના કમરપટા પર સુંદર જરીકામ કરાવવું.નિર્ગમન ૨૮:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 28:39
- You shall weave the tunic with fine linen. You shall make a turban of fine linen. You shall make a sash, the work of the embroiderer.
- हिन्दी — निर्गमन २८:३९
- “अंगरखे को सूक्ष्म सनी के कपड़े का चारखाना बुनवाना, और एक पगड़ी भी सूक्ष्म सनी के कपड़े की बनवाना, और बेलबूटे की कढ़ाई का काम किया हुआ एक कमरबन्द भी बनवाना।
સંદર્ભમાં
૩૭એ પાત્ર પાઘડીના આગળના ભાગમાં ભૂરી દોરી વડે બાંધવું.
૩૮હારુને એ પોતાના કપાળ પર ધારણ કરવું જેથી ઇઝરાયલીઓ જે પવિત્ર અર્પણો આપે તેમાં કોઈ દોષ હોય તો તે દોષ હારુન પોતાને માથે લઈ લે અને હારુને તે કાયમ પોતાના કપાળ પર પહેરી રાખવું જેથી યહોવાહ પવિત્ર અર્પણથી પ્રસન્ન રહે.
૩૯હારુનનો ઝભ્ભો ઝીણા કાંતેલા શણનો બનાવવો અને પાઘડી પણ ઝીણા કાંતેલા શણની જ બનાવવી અને તેના કમરપટા પર સુંદર જરીકામ કરાવવું.
૪૦હારુનના પ્રત્યેક પુત્રને માટે તેને માન અને આદર આપવા સારુ જામો, કમરબંધ અને પાઘડી બનાવવાં જેથી તેનો આદર અને ગૌરવ જળવાય.
૪૧હારુન અને તેના પુત્રોને આ પોષાક પહેરાવ અને તેઓને સેવા માટે અર્પણ કર અને તેઓને માથા ઉપર જૈત તેલનો અભિષેક કરીને યાજકપદ માટે પવિત્ર કર. તેઓ યાજકો તરીકે મારી સેવા કરશે.
