નિર્ગમન ૩૨:૨૬
પછી મૂસાએ છાવણીના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને મોટા અવાજે પોકાર કર્યો. “યહોવાહના પક્ષમાં હોય તે મારી પાસે આવે.” એટલે સર્વ લેવીઓ તેની પાસે ભેગા થઈ ગયા.નિર્ગમન ૩૨:૨૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 32:26
- then Moses stood in the gate of the camp, and said, “Whoever is on the LORD’s side, come to me!” All the sons of Levi gathered themselves together to him.
- हिन्दी — निर्गमन ३२:२६
- उनको निरंकुश देखकर मूसा ने छावनी के निकास पर खड़े होकर कहा, “जो कोई यहोवा की ओर का हो वह मेरे पास आए;” तब सारे लेवीय उसके पास इकट्ठे हुए।
સંદર્ભમાં
૨૪એટલે મેં તેઓને કહ્યું, ‘તમારામાંથી જેમની પાસે સોનાનાં ઘરેણાં હોય તે ઉતારી નાખો. તેઓએ મને સોનાનાં ઘરેણાં આપ્યા અને મેં તે અગ્નિમાં નાખ્યાં એટલે તેમાંથી આ વાછરડું નીકળી આવ્યું.’”
૨૫મૂસાએ જોયું કે હારુને લોકો પરનો પોતાનો કાબૂ જવા દીધો અને પરિણામે તેઓને હાસ્યપાત્ર થવા દીધા હતા.
૨૬પછી મૂસાએ છાવણીના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને મોટા અવાજે પોકાર કર્યો. “યહોવાહના પક્ષમાં હોય તે મારી પાસે આવે.” એટલે સર્વ લેવીઓ તેની પાસે ભેગા થઈ ગયા.
૨૭તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલનો ઈશ્વર યહોવાહ એમ કહે છે: ‘તમે બધા પોતપોતાની તલવાર લઈને સજ્જ થઈ જાઓ, છાવણીમાં બધે ફરી વળો અને તમારા ભાઈઓ, મિત્રો અને પડોશીઓને મારી નાખો.’”
૨૮લેવીઓએ મૂસાના કહ્યા પ્રમાણે કર્યું. તે દિવસે લોકોમાંથી લગભગ ત્રણ હજાર પુરુષો માર્યા ગયા.
