Skip to content
Methodist Church Nadiad
યહોવાહ મૂસા સાથે એક માણસ બીજા માણસ સાથે વાત કરે એ રીતે મુખોપમુખ વાત કરતા. ત્યાર પછી મૂસા પાછો છાવણીમાં આવતો, પણ તેનો નવયુવાન સેવક નૂનનો દીકરો યહોશુઆ કદી મંડપમાંથી બહાર નીકળતો નહિ.

નિર્ગમન ૩૩:૧૧ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

EnglishExodus 33:11
The LORD spoke to Moses face to face, as a man speaks to his friend. He turned again into the camp, but his servant Joshua, the son of Nun, a young man, didn’t depart from the Tent.
हिन्दीनिर्गमन ३३:११
और यहोवा मूसा से इस प्रकार आमने-सामने बातें करता था, जिस प्रकार कोई अपने भाई से बातें करे। और मूसा तो छावनी में फिर लौट आता था, पर यहोशू नामक एक जवान, जो नून का पुत्र और मूसा का टहलुआ था, वह तम्बू में से न निकलता था।

સંદર્ભમાં

મૂસા જ્યારે મંડપમાં પ્રવેશ કરતો ત્યારે વાદળનો સ્તંભ નીચે ઊતરી માંડવાના દરવાજા આગળ ઊભો રહેતો અને યહોવાહ મૂસા સાથે વાત કરતા.

૧૦વાદળના સ્તંભને દરવાજા આગળ જોતાં જ દરેક માણસ પોતપોતાના માંડવાના દરવાજા આગળ ભજન કરતા.

૧૧યહોવાહ મૂસા સાથે એક માણસ બીજા માણસ સાથે વાત કરે એ રીતે મુખોપમુખ વાત કરતા. ત્યાર પછી મૂસા પાછો છાવણીમાં આવતો, પણ તેનો નવયુવાન સેવક નૂનનો દીકરો યહોશુઆ કદી મંડપમાંથી બહાર નીકળતો નહિ.

૧૨મૂસાએ યહોવાહને કહ્યું, “તમે મને કહો છો, ‘આ લોકોને દોરી લઈ જાઓ,’ પણ મારી સાથે તમે કોને મોકલશો તે તમે મને જણાવ્યું નથી. પણ તમે કહ્યું, ‘હું તને નામથી ઓળખું છું અને મારી દ્રષ્ટિમાં તું કૃપા પામ્યો છે.’

૧૩હવે જો તમારી દ્રષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં, તો કૃપા કરીને મને તમારા માર્ગ જણાવજો કે, હું તમને ઓળખું, એ માટે તે તમારા લોકો છે એ તમે લક્ષમાં લો.”

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.