નિર્ગમન ૩૩:૧૮
મૂસાએ કહ્યું, “કૃપા કરીને તમારું ગૌરવ મને દેખાડો.”નિર્ગમન ૩૩:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 33:18
- Moses said, “Please show me your glory.”
- हिन्दी — निर्गमन ३३:१८
- उसने कहा, “ मुझे अपना तेज दिखा दे ।”
સંદર્ભમાં
૧૬કેમ કે હવે કેમ જણાય કે હું તથા તમારા લોકો તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યા છીએ? શું એથી નહિ કે તમે અમારી સાથે આવો છો, એથી હું તથા તમારા લોકો પૃથ્વી ઉપરના સર્વ લોકોથી જુદા છીએ?”
૧૭યહોવાહે મૂસાને કહ્યું, “હા, તેં જે માંગ્યું છે તે હું ચોક્કસ આપીશ, કારણ કે તું મારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે અને હું તને નામથી ઓળખું છું.”
૧૮મૂસાએ કહ્યું, “કૃપા કરીને તમારું ગૌરવ મને દેખાડો.”
૧૯યહોવાહે કહ્યું, “હું મારી સંપૂર્ણ ભલાઈ તારા મુખ આગળથી પસાર કરીશ અને તારી સમક્ષ મારું નામ ‘યહોવાહ’ તરીકે જાહેર કરીશ. હું જેના પર કૃપા કરવા ચાહું તેના પર હું કૃપા કરીશ અને જેના પર રહેમ કરવા ચાહું તેના પર રહેમ કરીશ.”
૨૦પણ યહોવાહે કહ્યું, “તું મારું મુખ જોઈ શકીશ નહિ, કારણ કે, કોઈ પણ માણસ મને જોઈને જીવતો રહી શકે નહિ.”
