નિર્ગમન ૩૭:૧૯
એક શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ, આમ દીપવૃક્ષમાંથી નીકળતી કુલ છ શાખાઓ હતી.નિર્ગમન ૩૭:૧૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 37:19
- three cups made like almond blossoms in one branch, a bud and a flower, and three cups made like almond blossoms in the other branch, a bud and a flower; so for the six branches going out of the lamp stand.
- हिन्दी — निर्गमन ३७:१९
- एक-एक डाली में बादाम के फूल के सरीखे तीन-तीन पुष्पकोष, एक-एक गाँठ, और एक-एक फूल बना; दीवट से निकली हुई, उन छहों डालियों का यही आकार हुआ।
સંદર્ભમાં
૧૭તેણે શુદ્ધ સોનાનું દીપવૃક્ષ બનાવ્યું. ઘડતર કામનું દીપવૃક્ષ તેણે બનાવ્યું. એટલે તેની બેઠક તથા તેનો દાંડો, તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલ તે તેની સાથે સળંગ જોડેલાં હતાં.
૧૮દીપવૃક્ષની બન્ને બાજુએ ત્રણ ત્રણ એમ કુલ છ શાખાઓ હતી.
૧૯એક શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ અને બીજી શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલાં ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ, આમ દીપવૃક્ષમાંથી નીકળતી કુલ છ શાખાઓ હતી.
૨૦દીપવૃક્ષમાં બદામફૂલના આકારના બનાવેલા ચાર ચાડાં, તેઓની કળીઓ તથા તેઓના ફૂલ હતાં.
૨૧દીપવૃક્ષનાં સ્તંભ ઉપર બબ્બે શાખાઓની દરેક જોડી નીચે એક એક ફૂલ હતું. વળી ટોચની શાખાની જોડીના ઉપરના ભાગમાં પણ એક ફૂલ હતું અને નીચેની શાખાઓની જોડીના નીચેના ભાગમાં એક ફૂલ હતું, આમ ચાર ફૂલ હતાં.
