નિર્ગમન ૩૭:૨૪
તેણે દીપવૃક્ષ અને તેનો સાજ બનાવવામાં એક તાલંત શુદ્ધ સોનું વાપર્યું હતું.નિર્ગમન ૩૭:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 37:24
- He made it of a talent of pure gold, with all its vessels.
- हिन्दी — निर्गमन ३७:२४
- उसने सारे सामान समेत दीवट को किक्कार भर सोने का बनाया।
સંદર્ભમાં
૨૨દીવીની થાંભલી સાથે શાખાઓ અને કળીઓ જોડી દેવામાં આવ્યા હતાં અને એ બધું શુદ્ધ સોનાનાં ઘડતર કામનું હતું.
૨૩બસાલેલે તેના સાત દીવા, દીવી માટે સાત કોડિયાં બનાવ્યાં. દિવેટની વાટ સમારવાની કાતર અને રાખદાનીઓ શુદ્ધ સોનામાંથી બનાવ્યાં.
૨૪તેણે દીપવૃક્ષ અને તેનો સાજ બનાવવામાં એક તાલંત શુદ્ધ સોનું વાપર્યું હતું.
૨૫બસાલેલે ધૂપ માટેની વેદી બાવળના લાકડામાંથી બનાવી. તેની લંબાઈ એક હાથ, પહોળાઈ એક હાથ તથા ઊંચાઈ બે હાથ અને સમચોરસ હતી. તેના શિંગ તેની સાથે સળંગ જોડેલાં હતાં.
૨૬આખી વેદીને તેણે શુદ્ધ સોનાથી મઢી હતી, એટલે તેની ચારે તરફની બાજુઓ તથા તેના શિંગ અને તેની આસપાસ તેણે સોનાની કિનારી બનાવી.
