નિર્ગમન ૩૯:૬
તેઓએ ગોમેદ પાષાણો તૈયાર કરીને તેમના પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ મુદ્રાની કોતરણીથી કોતરીને, તેમને સોનાના ચોકઠામાં બેસાડ્યા.નિર્ગમન ૩૯:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Exodus 39:6
- They worked the onyx stones, enclosed in settings of gold, engraved with the engravings of a signet, according to the names of the children of Israel.
- हिन्दी — निर्गमन ३९:६
- उन्होंने सुलैमानी मणि काटकर उनमें इस्राएल के पुत्रों के नाम, जैसा छापा खोदा जाता है वैसे ही खोदे, और सोने के खानों में जड़ दिए।
સંદર્ભમાં
૪તેઓએ એફોદને ખભે બાંધવાના પટા બનાવીને તેની બે બાજુએ જોડી દીધા, જેથી તે બાંધી શકાય.
૫એફોદનો ચતુરાઈથી વણેલો જે પટકો તેને બાંધવા સારુ તેના પર હતો, તે તેની સાથે સળંગ હતો તથા તેવી જ બનાવટનો હતો; એટલે સોનાનો ભૂરા, જાંબુડા, કિરમજી રંગનું ઊન તથા ઝીણા કાંતેલા શણ સાથે ગૂંથીને બનાવેલો હતો અને તેની સાથે જોડી દીધેલો હતો; જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ.
૬તેઓએ ગોમેદ પાષાણો તૈયાર કરીને તેમના પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ મુદ્રાની કોતરણીથી કોતરીને, તેમને સોનાના ચોકઠામાં બેસાડ્યા.
૭યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેણે તેઓને ઇઝરાયલના બાર પુત્રોને સારુ સ્મરણ પાષાણો થવા માટે એફોદના ખભાના પટ્ટા પર લગાડ્યા.
૮તેણે ન્યાયકરણ ઉરપત્રક એફોદની જેમ સુંદર કારીગરીથી બનાવ્યું હતું. તેને બનાવવા માટે તેણે સોનાનું, ભૂરા, જાંબુડા, કિરમજીનું ઉન તથા ઝીણા કાંતેલા શણનું બનાવ્યું.
