હઝકિયેલ ૧૦:૧૪
તેઓ દરેકને ચાર મુખ હતાં, પહેલું મુખ કરુબનું હતું, બીજું મુખ માણસનું હતું, ત્રીજું મુખ સિંહનું તથા ચોથું મુખ ગરુડનું હતું.હઝકિયેલ ૧૦:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 10:14
- Every one of them had four faces. The first face was the face of the cherub. The second face was the face of a man. The third face was the face of a lion. The fourth was the face of an eagle.
- हिन्दी — यहेजकेल १०:१४
- एक-एक के चार-चार मुख थे; एक मुख तो करूब का सा, दूसरा मनुष्य का सा, तीसरा सिंह का सा, और चौथा उकाब पक्षी का सा। (प्रका. 4:7)
સંદર્ભમાં
૧૨તેઓનું આખું શરીર, તેઓની પીઠ અને તેઓની પાંખો, આંખોથી ઢંકાયેલી હતી. ચારે પૈડાં ચારેબાજુ આંખોથી ભરપૂર હતાં.
૧૩મારા સાંભળતાં “પૈડાને ફરતાં પૈડા” એવું નામ આપવામાં આવ્યું.
૧૪તેઓ દરેકને ચાર મુખ હતાં, પહેલું મુખ કરુબનું હતું, બીજું મુખ માણસનું હતું, ત્રીજું મુખ સિંહનું તથા ચોથું મુખ ગરુડનું હતું.
૧૫કરુબો ઊડીને ઊંચે ચઢયા. કબાર નદી પાસે મેં જે પશુઓ જોયાં હતાં તે આ હતાં.
૧૬જ્યારે કરુબો ચાલતાં ત્યારે પૈડાં પણ તેઓની સાથે ચાલતા. જ્યારે કરુબો પૃથ્વી પરથી ઊડવાને પોતાની પાંખો ઊંચી કરતા ત્યારે પૈડાંઓ તેઓની પાસેથી ખસી જતાં નહિ.
