હઝકિયેલ ૧૦:૭
કરુબો વચ્ચેથી એક કરુબે પોતાનો હાથ કરુબો વચ્ચેના અગ્નિ તરફ લંબાવીને શણનાં વસ્ત્ર પહેરેલા માણસના હાથમાં મૂક્યો. તે લઈને તે બહાર ચાલ્યો ગયો.હઝકિયેલ ૧૦:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 10:7
- The cherub stretched out his hand from between the cherubim to the fire that was between the cherubim, and took some of it, and put it into the hands of him who was clothed in linen, who took it and went out.
- हिन्दी — यहेजकेल १०:७
- तब करूबों के बीच से एक करूब ने अपना हाथ बढ़ाकर, उस आग में से जो करूबों के बीच में थी, कुछ उठाकर सन के वस्त्र पहने हुए पुरुष की मुट्ठी में दे दी; और वह उसे लेकर बाहर चला गया।
સંદર્ભમાં
૫કરુબોની પાંખોનો અવાજ બહારના આંગણા સુધી, સર્વશક્તિમાન ઈશ્વરના મુખમાંથી નીકળેલા અવાજ જેવો સંભળાતો હતો.
૬જ્યારે ઈશ્વરે શણનાં વસ્ત્ર પહેરેલા માણસને આજ્ઞા કરી કે, “પૈડાં વચ્ચેથી એટલે કરુબો વચ્ચેથી અગ્નિ લે;” એટલે માણસ અંદર જઈને પૈડાં પાસે ઊભો રહ્યો.
૭કરુબો વચ્ચેથી એક કરુબે પોતાનો હાથ કરુબો વચ્ચેના અગ્નિ તરફ લંબાવીને શણનાં વસ્ત્ર પહેરેલા માણસના હાથમાં મૂક્યો. તે લઈને તે બહાર ચાલ્યો ગયો.
૮કરુબોની પાંખો નીચે માણસના હાથ જેવું કંઈ દેખાયું.
૯તેથી મેં જોયું, કે એક કરુબની બાજુએ એક પૈડું એમ ચાર કરુબો પાસે ચાર પૈડાં હતાં અને તે પૈડાંઓનો દેખાવ પીરોજના પથ્થર જેવો હતો.
