હઝકિયેલ ૧૪:૮
હું મારું મુખ તે માણસની વિરુદ્ધ રાખીશ: તેને ચિહ્ન તથા કહેવતરૂપ કરીશ, કેમ કે હું મારા લોકો વચ્ચેથી તેને કાપી નાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.હઝકિયેલ ૧૪:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 14:8
- I will set my face against that man and will make him an astonishment, for a sign and a proverb, and I will cut him off from among my people. Then you will know that I am the LORD.
- हिन्दी — यहेजकेल १४:८
- मैं उस मनुष्य के विरुद्ध होकर उसको विस्मित करूँगा, और चिन्ह ठहराऊँगा ; और उसकी कहावत चलाऊँगा और उसे अपनी प्रजा में से नाश करूँगा; तब तुम लोग जान लोगे कि मैं यहोवा हूँ।
સંદર્ભમાં
૬તેથી ઇઝરાયલી લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: પસ્તાવો કરો અને તમારી મૂર્તિઓથી પાછા ફરો. તમારા મુખ તમારાં સર્વ ધિક્કારપાત્ર કૃત્યોથી ફેરવો.
૭ઇઝરાયલ લોકનો દરેક તથા ઇઝરાયલ લોકમાં રહેનાર પરદેશીઓમાનો દરેક, જે મારો ત્યાગ કરીને પોતાના હૃદયમાં મૂર્તિઓને સંઘરી રાખતો હશે અને પોતાના મુખ આગળ પોતાના અન્યાયરૂપી ઠેસ મૂકતો હશે, જે પ્રબોધક પાસે મને શોધવા આવે છે તેને હું, યહોવાહ, પોતે જવાબ આપીશ.
૮હું મારું મુખ તે માણસની વિરુદ્ધ રાખીશ: તેને ચિહ્ન તથા કહેવતરૂપ કરીશ, કેમ કે હું મારા લોકો વચ્ચેથી તેને કાપી નાખીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
૯જો પ્રબોધક છેતરાઈને સંદેશો બોલે, તો મેં યહોવાહે તે પ્રબોધકને છેતર્યો છે; હું તેની વિરુદ્ધ મારો હાથ લંબાવીશ, મારા ઇઝરાયલી લોકો મધ્યેથી હું તેનો નાશ કરીશ.
૧૦અને તેઓને પોતાના અન્યાયની શિક્ષા વેઠવી પડશે, પ્રબોધકના અન્યાય પણ તેની પાસે જનારના જેટલા જ ગણાશે.
