હઝકિયેલ ૧૫:૪
જો, તેને બળતણ તરીકે અગ્નિમાં નાખવામાં આવે છે ત્યારે જો અગ્નિથી તેના બન્ને છેડા અને તેનો વચ્ચેનો ભાગ પણ સળગવા લાગે છે. શું તે કામને માટે સારું છે?હઝકિયેલ ૧૫:૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 15:4
- Behold, it is cast into the fire for fuel; the fire has devoured both its ends, and the middle of it is burned. Is it profitable for any work?
- हिन्दी — यहेजकेल १५:४
- वह तो ईंधन बनाकर आग में झोंकी जाती है; उसके दोनों सिरे आग से जल जाते, और उसके बीच का भाग भस्म हो जाता है, क्या वह किसी भी काम की है?
સંદર્ભમાં
૨“હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવૃક્ષ એટલે જંગલના વૃક્ષોમાં દ્રાક્ષવેલાઓ બીજા કોઈ વૃક્ષની ડાળી કરતાં શું અધિક છે?
૩શું લોકો કશું બનાવવા દ્રાક્ષવેલામાંથી લાકડી લે? શું માણસ તેના પર કંઈ ભરવવાને માટે ખીલી બનાવે?
૪જો, તેને બળતણ તરીકે અગ્નિમાં નાખવામાં આવે છે ત્યારે જો અગ્નિથી તેના બન્ને છેડા અને તેનો વચ્ચેનો ભાગ પણ સળગવા લાગે છે. શું તે કામને માટે સારું છે?
૫જ્યારે તે આખું હતું, ત્યારે તે કોઈ પણ વસ્તુ બનાવવાને લાયક નહોતું; હવે અગ્નિએ તેને બાળીને ભસ્મ કર્યું છે, ત્યારે તેમાંથી શું ઉપયોગી ચીજ બની શકે?”
૬તેથી પ્રભુ યહોવાહ કહે છે; જેમ જંગલની દ્રાક્ષાની ડાળીને મેં બળતણ તરીકે અગ્નિને આપી છે; તે પ્રમાણે હું યરુશાલેમના રહેવાસીઓ સાથે કરીશ.
