હઝકિયેલ ૧૭:૧૪
તેથી રાજ્ય નિર્બળ થાય અને પોતે ઊભું થઈ શકે નહિ. પણ તેની સાથે કરેલો કરાર પાડીને નભી રહે. માટે તે દેશના આગેવાનોને તે તેની સાથે લઈ ગયો.હઝકિયેલ ૧૭:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 17:14
- that the kingdom might be brought low, that it might not lift itself up, but that by keeping his covenant it might stand.
- हिन्दी — यहेजकेल १७:१४
- कि वह राज्य निर्बल रहे और सिर न उठा सके, वरन् वाचा पालने से स्थिर रहे।
સંદર્ભમાં
૧૨“તું બંડખોર લોકોને કહે કે: આ વાતોનો અર્થ શો છે તે તમે જાણતા નથી? જુઓ, તું તેઓને સમજાવ કે બાબિલનો રાજા યરુશાલેમ આવીને તેના રાજાને તથા રાજકુમારોને પકડીને તેઓને પોતાની પાસે બાબિલ નગરમાં લઈ ગયો.
૧૩તેણે રાજવંશમાંથી એક માણસ સાથે કરાર કર્યો, તેની પાસે વચન પણ લીધું. અને તે દેશના બળવાન લોકોને દૂર લઈ ગયો,
૧૪તેથી રાજ્ય નિર્બળ થાય અને પોતે ઊભું થઈ શકે નહિ. પણ તેની સાથે કરેલો કરાર પાડીને નભી રહે. માટે તે દેશના આગેવાનોને તે તેની સાથે લઈ ગયો.
૧૫યરુશાલેમના રાજાએ ઘોડાઓ તથા મોટું સૈન્ય મેળવવા માટે રાજદૂતોને મિસર મોકલીને યરુશાલેમના રાજાએ તેની વિરુદ્ધ બળવો કર્યો. શું તે સફળ થશે ખરા? આવાં કામો કરીને શું તે બચી જશે? શું તે કરાર તોડીને બચી જશે?
૧૬પ્રભુ યહોવાહ પોતાના જીવના સમ ખાઈને કહે છે કે, ‘હું ખાતરી પૂર્વક કહું છું કે જે રાજાએ તેને રાજા બનાવ્યો છે, જેના સોગનને તેણે ધિક્કાર્યા છે, જેના કરારનો તેણે ભંગ કર્યો છે, તે રાજાના દેશમાં એટલે બાબિલમાં મૃત્યુ પામશે.
