હઝકિયેલ ૧૮:૧૩
નાણાં વ્યાજે આપતો હોય અને આકરો વટાવ લેતો હોય, તો શું તે જીવશે? તે નહિ જીવે! તેણે આ બધાં ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે. તે નિશ્ચે માર્યો જશે; તેનું લોહી તેના શિરે.હઝકિયેલ ૧૮:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 18:13
- has lent with interest, and has taken increase from the poor, shall he then live? He shall not live. He has done all these abominations. He shall surely die. His blood will be on him.
- हिन्दी — यहेजकेल १८:१३
- ब्याज पर रुपया दिया हो, और बढ़ती ली हो, तो क्या वह जीवित रहेगा? वह जीवित न रहेगा; इसलिए कि उसने ये सब घिनौने काम किए हैं वह निश्चय मरेगा और उसका खून उसी के सिर पड़ेगा।
સંદર્ભમાં
૧૧પિતાએ કદી કર્યું ન હોય એવું બધું કરતો હોય; પણ પર્વતો પરની મૂર્તિઓના ભોજનમાંથી ખાતો હોય તથા પડોશીની પત્નીને ભ્રષ્ટ કરી હોય.
૧૨જો તે ગરીબો તથા નિરાધારો પર જુલમ ગુજારતો હોય, લૂંટ કરતો હોય, પોતાના દેણદારોની ગીરો મૂકેલી વસ્તુ પાછી ન આપતો હોય, મૂર્તિઓ તરફ પોતાની નજર કરી હોય કે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા હોય,
૧૩નાણાં વ્યાજે આપતો હોય અને આકરો વટાવ લેતો હોય, તો શું તે જીવશે? તે નહિ જીવે! તેણે આ બધાં ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે. તે નિશ્ચે માર્યો જશે; તેનું લોહી તેના શિરે.
૧૪પણ જુઓ, તેને એક એવો દીકરો જન્મે કે જે પોતાના પિતાનાં કરેલાં સર્વ પાપો જોઈને, તે ઈશ્વરથી બીતો હોય, એવાં કામ કરતો ન હોય,
૧૫પર્વતો પરના સભાસ્થાનનું ખાતો ન હોય, ઇઝરાયલી લોકોની મૂર્તિઓ તરફ નજર કરી ન હોય, પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી ન હોય.
