હઝકિયેલ ૧૮:૨૧
પણ જો દુષ્ટ પોતે પોતાનાં કરેલાં સર્વ પાપો કરવાનું છોડી દેશે અને મારા બધા વિધિઓ પાળશે, નેકીથી તથા પ્રામાણિકપણે વર્તશે તો તે નિશ્ચે જીવશે, તે મરશે નહિ.હઝકિયેલ ૧૮:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 18:21
- “But if the wicked turns from all his sins that he has committed, and keeps all my statutes, and does that which is lawful and right, he shall surely live. He shall not die.
- हिन्दी — यहेजकेल १८:२१
- परन्तु यदि दुष्ट जन अपने सब पापों से फिरकर, मेरी सब विधियों का पालन करे और न्याय और धर्म के काम करे, तो वह न मरेगा; वरन् जीवित ही रहेगा।
સંદર્ભમાં
૧૯પણ તમે કહો છો “શા માટે પિતાનાં પાપોની શિક્ષા દીકરો ભોગવતો નથી?” જો દીકરાએ નેકીથી તથા પ્રમાણિકપણે મારા નિયમોનું પાલન કર્યું હશે, તે પ્રમાણે કર્યું હશે. તેથી તે નિશ્ચે જીવતો રહેશે.
૨૦જે પાપ કરશે તે માર્યો જશે. દીકરો પોતાના પિતાના અન્યાયની શિક્ષા ભોગવશે નહિ, કે પિતા પોતાના દીકરાના અન્યાયની શિક્ષા ભોગવશે નહિ. ન્યાયી માણસની નેકી તેને શિરે અને દુષ્ટની દુષ્ટતા તેને શિરે.
૨૧પણ જો દુષ્ટ પોતે પોતાનાં કરેલાં સર્વ પાપો કરવાનું છોડી દેશે અને મારા બધા વિધિઓ પાળશે, નેકીથી તથા પ્રામાણિકપણે વર્તશે તો તે નિશ્ચે જીવશે, તે મરશે નહિ.
૨૨તેણે કરેલાં સર્વ ઉલ્લંઘનો ફરી યાદ કરવામાં આવશે નહિ. તે તેનાં કરેલા ન્યાયીપણાને લીધે જીવશે.
૨૩એવું પ્રભુ યહોવાહ કહે છે” “શું દુષ્ટ માણસના મૃત્યુથી મને કંઈ આનંદ છે?” જો તે પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે તો એના કરતાં હું વિશેષ રાજી ન થાઉં?
