હઝકિયેલ ૧૮:૨૫
પણ તમે કહો છો કે, ‘પ્રભુનો વ્યવહાર અદલ નથી.’ હે ઇઝરાયલી લોકો સાંભળો. શું મારો વ્યવહાર અદલ નથી? તમારા માર્ગો અવળા નથી શું?હઝકિયેલ ૧૮:૨૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 18:25
- “Yet you say, ‘The way of the Lord is not equal.’ Hear now, house of Israel: Is my way not equal? Aren’t your ways unequal?
- हिन्दी — यहेजकेल १८:२५
- “तो भी तुम लोग कहते हो, ‘प्रभु की गति एक सी नहीं।’ हे इस्राएल के घराने, देख, क्या मेरी गति एक सी नहीं? क्या तुम्हारी ही गति अनुचित नहीं है?
સંદર્ભમાં
૨૩એવું પ્રભુ યહોવાહ કહે છે” “શું દુષ્ટ માણસના મૃત્યુથી મને કંઈ આનંદ છે?” જો તે પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે તો એના કરતાં હું વિશેષ રાજી ન થાઉં?
૨૪પણ જો ન્યાયી માણસ પોતાની નેકી છોડી દઈને વિશ્વાસઘાત કરે, જે ધિક્કારપાત્ર કૃત્યો દુષ્ટ માણસ કરે છે તેઓનું અનુસરણ કરે, તો શું તે જીવશે? તેણે કરેલાં નેક કામોમાંનું કોઈ પણ યાદ કરવામાં આવશે નહિ. તેણે પોતે કરેલાં પાપોને લીધે તે મૃત્યુ પામશે.
૨૫પણ તમે કહો છો કે, ‘પ્રભુનો વ્યવહાર અદલ નથી.’ હે ઇઝરાયલી લોકો સાંભળો. શું મારો વ્યવહાર અદલ નથી? તમારા માર્ગો અવળા નથી શું?
૨૬જો ન્યાયી માણસ પોતાની નેકીથી પાછો ફરી જાય, અન્યાય કરે અને તેના કારણે તે મૃત્યુ પામે, તો તેણે પોતે કરેલા અન્યાયને કારણે જ તે મૃત્યુ પામે.
૨૭પણ જો દુષ્ટ માણસ પોતે કરેલી દુષ્ટતાથી પાછો ફરીને ન્યાયથી તથા પ્રામાણિકપણે વર્તે તો તે પોતાનો જીવ બચાવશે.
