હઝકિયેલ ૨૦:૭
મેં તેઓને કહ્યું, ‘તમે બધા તમારી નજરમાં જે ધિક્કારપાત્ર વસ્તુઓ છે તેઓને તથા મિસરની મૂર્તિઓને ફેંકી દો. તમારી જાતને અશુદ્ધ ન કરો; હું યહોવાહ તમારો ઈશ્વર છું.’”હઝકિયેલ ૨૦:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 20:7
- I said to them, ‘Each of you throw away the abominations of his eyes. Don’t defile yourselves with the idols of Egypt. I am the LORD your God.’
- हिन्दी — यहेजकेल २०:७
- फिर मैंने उनसे कहा, जिन घिनौनी वस्तुओं पर तुम में से हर एक की आँखें लगी हैं, उन्हें फेंक दो; और मिस्र की मूरतों से अपने को अशुद्ध न करो; मैं ही तुम्हारा परमेश्वर यहोवा हूँ।
સંદર્ભમાં
૫તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: “જે દિવસે મેં ઇઝરાયલને પસંદ કર્યો, મેં યાકૂબના વંશજોની આગળ સમ ખાધા, હું મિસર દેશમાં તેઓની આગળ પ્રગટ થયો, જ્યારે મેં તેઓની આગળ સમ ખાધા હતા કે, ‘હું યહોવાહ તમારો ઈશ્વર છું’
૬તે દિવસે મેં તેઓની આગળ સમ ખાધા હતા કે, હું તેઓને મિસર દેશમાંથી બહાર કાઢીને જે દેશ મેં તેઓને માટે પસંદ કર્યો છે તેમાં લાવીશ. તે દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ છે; તે બધા દેશોનું સૌથી સુંદર ઘરેણું છે.
૭મેં તેઓને કહ્યું, ‘તમે બધા તમારી નજરમાં જે ધિક્કારપાત્ર વસ્તુઓ છે તેઓને તથા મિસરની મૂર્તિઓને ફેંકી દો. તમારી જાતને અશુદ્ધ ન કરો; હું યહોવાહ તમારો ઈશ્વર છું.’”
૮પણ તેઓએ મારી વિરુદ્ધ બંડ કર્યું, મારું વચન સાંભળવા ચાહ્યું નહિ. દરેક માણસે પોતાની નજરમાંથી ધિક્કારપાત્ર કૃત્યો ફેંકી દીધાં નહિ કે મિસરની મૂર્તિઓનો ત્યાગ કર્યો નહિ. ત્યારે મેં વિચાર્યું કે હું તેઓના પર મારો ક્રોધ રેડીને મિસર દેશમાં મારો આક્રોશ પૂરો કરીશ.
૯પણ મિસર દેશમાંથી તેઓને બહાર કાઢી લાવતાં, પ્રજાઓના દેખતાં તથા જેઓ તેમની સાથે રહેતા હતા તેઓની નજરમાં તેને લાંછન લાગે એવું મેં મારા નામની ખાતર કર્યું નહિ.
