હઝકિયેલ ૨૨:૧૭
પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,હઝકિયેલ ૨૨:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 22:17
- The LORD’s word came to me, saying,
- हिन्दी — यहेजकेल २२:१७
- फिर यहोवा का यह वचन मेरे पास पहुँचा:
સંદર્ભમાં
૧૫હું તને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખીશ અને દેશો મધ્યે તને વિખેરી નાખીશ. હું તારી મલિનતા તારામાંથી દૂર કરીશ.
૧૬બીજી પ્રજાઓ આગળ તું અપમાનિત થશે અને ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું!”
૧૭પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૧૮“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકો મારે માટે નકામા કચરા જેવા છે. તેઓ ભઠ્ઠીમાં રહેલા પિત્તળ, કલાઈ, લોખંડ તથા સીસા જેવા છે. તેઓ તારી ભઠ્ઠીમાં ચાંદીના કચરા જેવા છે.
૧૯આથી પ્રભુ યહોવાહ કહે છે કે, ‘તમે બધા નકામા કચરા જેવા છો, માટે જુઓ, હું તમને યરુશાલેમમાં ભેગા કરીશ.
