હઝકિયેલ ૨૨:૨૯
દેશના લોકોએ જુલમ ગુજાર્યો છે અને લૂંટ કરી છે, તેઓએ ગરીબો તથા જરૂરતમંદો સાથે દુર્વ્યવહાર કર્યો છે, વિદેશીઓને ન્યાયથી વંચિત રાખીને તેઓની સાથે જુલમ કર્યો છે.હઝકિયેલ ૨૨:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 22:29
- The people of the land have used oppression and exercised robbery. Yes, they have troubled the poor and needy, and have oppressed the foreigner wrongfully.
- हिन्दी — यहेजकेल २२:२९
- देश के साधारण लोग भी अंधेर करते और पराया धन छीनते हैं, वे दीन दरिद्र को पीसते और न्याय की चिन्ता छोड़कर परदेशी पर अंधेर करते हैं।
સંદર્ભમાં
૨૭તેના રાજકુમારો શિકાર ફાડીને લોહી વહેવડાવનાર વરુઓ જેવા છે; તેઓ હિંસાથી લોકોને મારી નાખીને અપ્રામાણિક લાભ મેળવનારા છે.
૨૮તેઓ કહે છે, પ્રભુ યહોવાહ બોલ્યા ન હોય તોપણ “યહોવાહ બોલ્યા છે” એમ કહીને વ્યર્થ સંદર્શનો કહીને તથા જૂઠા શકુન જોઈને તેઓના પ્રબોધકોએ તેઓને ચૂનાથી ધોળે છે.
૨૯દેશના લોકોએ જુલમ ગુજાર્યો છે અને લૂંટ કરી છે, તેઓએ ગરીબો તથા જરૂરતમંદો સાથે દુર્વ્યવહાર કર્યો છે, વિદેશીઓને ન્યાયથી વંચિત રાખીને તેઓની સાથે જુલમ કર્યો છે.
૩૦મેં એવો માણસ શોધ્યો છે જે આડરૂપ થઈને મારી તથા દેશની વચ્ચે બાકોરામાં ઊભો રહીને મને તેનો નાશ કરતા રોકે, પણ મને એવો એકે માણસ મળ્યો નહિ.
૩૧આથી હું મારો ક્રોધ તેઓ પર રેડી દઈશ! હું મારા ક્રોધરૂપી અગ્નિથી તમને બાળીને ભસ્મ કરીશ. તેમણે તેઓએ કરેલાં સર્વ દૂરા આચરણોનું હું તેઓને માથે લાવીશ.’ એવું પ્રભુ યહોવાહ કહે છે.”
