હઝકિયેલ ૨૩:૩૫
માટે, પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘કેમ કે તું મને ભૂલી ગઈ છે અને મને તારી પીઠ પાછળ ફેંકી દીધો છે, તેથી તું તારી લંપટતા અને વ્યભિચારની બોજ ઉઠાવશે.”હઝકિયેલ ૨૩:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 23:35
- “Therefore the Lord GOD says: ‘Because you have forgotten me and cast me behind your back, therefore you also bear your lewdness and your prostitution.’”
- हिन्दी — यहेजकेल २३:३५
- तूने जो मुझे भुला दिया है और अपना मुँह मुझसे फेर लिया है, इसलिए तू आप ही अपने महापाप और व्यभिचार का भार उठा, परमेश्वर यहोवा का यही वचन है।”
સંદર્ભમાં
૩૩તું ભયાનક તથા વિનાશના પ્યાલાથી, એટલે નશાથી તથા ચિંતાથી ભરાઈ જશે. આ તારી બહેન સમરુનનો પ્યાલો છે!
૩૪તું પીશે અને તેને ખાલી કરી નાખશે; પછી તું તેને ભાંગી નાખશે અને તારાં સ્તનને કાપીને ટુકડા કરી નાખશે.
૩૫માટે, પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘કેમ કે તું મને ભૂલી ગઈ છે અને મને તારી પીઠ પાછળ ફેંકી દીધો છે, તેથી તું તારી લંપટતા અને વ્યભિચારની બોજ ઉઠાવશે.”
૩૬યહોવાહે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તું ઓહોલાહ અને ઓહોલીબાહનો ન્યાય કરશે? તો તેઓએ જે ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે તે તેઓને જણાવ.
૩૭તેઓએ વ્યભિચાર કર્યો છે, તેઓના હાથમાં લોહી છે. તેઓએ મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે, તેઓએ મારાથી તેઓને થયેલા દીકરાઓને અગ્નિમાં ભસ્મ થવા સારુ સોંપ્યા છે.
