હઝકિયેલ ૨૪:૧૮
સવારમાં મેં મારા લોકોને કહ્યું, સાંજે મારી પત્ની મૃત્યુ પામી. મને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મેં સવારે કર્યું.હઝકિયેલ ૨૪:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 24:18
- So I spoke to the people in the morning, and at evening my wife died. So I did in the morning as I was commanded.
- हिन्दी — यहेजकेल २४:१८
- तब मैं सवेरे लोगों से बोला, और साँझ को मेरी स्त्री मर गई। तब सवेरे मैंने आज्ञा के अनुसार किया।
સંદર્ભમાં
૧૬“હે મનુષ્યપુત્ર, જે તારી આંખોને પ્રિય છે તેને હું એક મરકી મોકલીને તારી પાસેથી લઈ લઈશ. પણ તારે રડવું કે શોક કરવો નહિ, આંસુ પાડવાં નહિ.
૧૭તું ચૂપચાપ નિસાસા નાખજે. મૃત્યુ પામેલા માટે અંતિમ યાત્રાની વ્યવસ્થા કરતો નહિ. તારા માથે પાઘડી બાંધ અને તારા પગમાં ચંપલ પહેર. તું તારા હોઠને ઢાંકતો નહિ કે જે માણસ પોતાની પત્ની ગુમાવ્યાને કારણે શોક કરે છે તેની રોટલી ખાતો નહિ.”
૧૮સવારમાં મેં મારા લોકોને કહ્યું, સાંજે મારી પત્ની મૃત્યુ પામી. મને આજ્ઞા આપી હતી તે પ્રમાણે મેં સવારે કર્યું.
૧૯લોકોએ મને પૂછ્યું, “તું જે બાબતો કરે છે, તે બધાનો શો અર્થ છે તે અમને નહિ કહે?”
૨૦ત્યારે મેં તેઓને કહ્યું, “યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
