હઝકિયેલ ૨૪:૨
“હે મનુષ્યપુત્ર, તું દિવસનું એટલે આજના દિવસનું નામ લખ, કેમ કે, આજના દિવસે બાબિલના રાજાએ યરુશાલેમનો ઘેરો ઘાલ્યો છે.હઝકિયેલ ૨૪:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 24:2
- “Son of man, write the name of the day, this same day. The king of Babylon drew close to Jerusalem this same day.
- हिन्दी — यहेजकेल २४:२
- “हे मनुष्य के सन्तान, आज का दिन लिख ले, क्योंकि आज ही के दिन बाबेल के राजा ने यरूशलेम आ घेरा है।
સંદર્ભમાં
૧નવમા વર્ષના દશમા માસના દશમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨“હે મનુષ્યપુત્ર, તું દિવસનું એટલે આજના દિવસનું નામ લખ, કેમ કે, આજના દિવસે બાબિલના રાજાએ યરુશાલેમનો ઘેરો ઘાલ્યો છે.
૩આ બંડખોર પ્રજાને દ્રષ્ટાંત આપીને સંભળાવ. તેને કહે કે, “પ્રભુ યહોવાહ આમ કહે છે: કઢાઈ ચઢાવો, તેને ચઢાવીને તેમાં પાણી રેડો,
૪તેમાં માંસના ટુકડા, જાંઘ તથા ખભાના દરેક સારા ટુકડા નાખો. સારાં હાડકાંથી તેને ભરો!
