હઝકિયેલ ૨૪:૨૧
‘ઇઝરાયલી લોકોને કહે, પ્રભુ યહોવાહ કહે છે કે, જુઓ, મારું પવિત્રસ્થાન, જે તમારા સામર્થ્યનું ગર્વ છે, જે તમારી આંખોની ઇચ્છા છે, જે તમારા આત્માની અભિલાષા છે તેને હું ભ્રષ્ટ કરીશ. તમારા જે દીકરા તથા દીકરીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તલવારથી મરશે.હઝકિયેલ ૨૪:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 24:21
- ‘Speak to the house of Israel, “The Lord GOD says: ‘Behold, I will profane my sanctuary, the pride of your power, the desire of your eyes, and that which your soul pities; and your sons and your daughters whom you have left behind will fall by the sword.
- हिन्दी — यहेजकेल २४:२१
- ‘तू इस्राएल के घराने से कह, प्रभु यहोवा यह कहता है: देखो, मैं अपने पवित्रस्थान को जिसके गढ़ होने पर तुम फूलते हो, और जो तुम्हारी आँखों का चाहा हुआ है, और जिसको तुम्हारा मन चाहता है, उसे मैं अपवित्र करने पर हूँ; और अपने जिन बेटे-बेटियों को तुम वहाँ छोड़ आए हो, वे तलवार से मारे जाएँगे।
સંદર્ભમાં
૧૯લોકોએ મને પૂછ્યું, “તું જે બાબતો કરે છે, તે બધાનો શો અર્થ છે તે અમને નહિ કહે?”
૨૦ત્યારે મેં તેઓને કહ્યું, “યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૨૧‘ઇઝરાયલી લોકોને કહે, પ્રભુ યહોવાહ કહે છે કે, જુઓ, મારું પવિત્રસ્થાન, જે તમારા સામર્થ્યનું ગર્વ છે, જે તમારી આંખોની ઇચ્છા છે, જે તમારા આત્માની અભિલાષા છે તેને હું ભ્રષ્ટ કરીશ. તમારા જે દીકરા તથા દીકરીઓને તમે પાછળ છોડી આવ્યા છો તેઓ તલવારથી મરશે.
૨૨ત્યારે જેમ મેં કર્યું છે તેમ તમે કરશો:. તમારા હોઠને ઢાંકશો નહિ કે શોકની રોટલી ખાશો નહિ.
૨૩તમારી પાઘડી તમારા માથા પર, તમારાં ચંપલ તમારા પગમાં હશે. શોક કરશો કે રડશો નહિ, તમે તમારા અન્યાયમાં પીગળી જશો, દરેક માણસ પોતાના ભાઈને માટે નિસાસા નાખશે.
