હઝકિયેલ ૨૭:૧૬
તારી પાસે બનાવેલો માલ ઘણો હોવાને લીધે અરામ તારી સાથે વેપાર કરતું હતું. તેઓ નીલમણિ, મૂલ્યવાન જાંબુડિયાં રંગના વસ્ત્રો, ભરતકામનાં વસ્ત્રો, બારીક શણ, મોતી તથા માણેક આપીને તારો માલ લેતા હતા.હઝકિયેલ ૨૭:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 27:16
- “‘“Syria was your merchant by reason of the multitude of your handiworks. They traded for your wares with emeralds, purple, embroidered work, fine linen, coral, and rubies.
- हिन्दी — यहेजकेल २७:१६
- तेरी बहुत कारीगरी के कारण अराम तेरा व्यापारी था; मरकत, बैंगनी रंग का और बूटेदार वस्त्र, सन, मूगा, और लालड़ी देकर वे तेरा माल लेते थे।
સંદર્ભમાં
૧૪બેથ તોગાર્માના લોકો તારા માલના બદલામાં ઘોડા, યુદ્ધઘોડાઓ તથા ખચ્ચર આપતા હતા.
૧૫દેદાનવાસીઓ તથા ટાપુઓ તારી સાથે વેપાર કરતા હતા. માલ તારા હાથમાં હતો, તેઓ હાથીદાંત તથા અબનૂસ નજરાણાં તારે સારુ લાવતા.
૧૬તારી પાસે બનાવેલો માલ ઘણો હોવાને લીધે અરામ તારી સાથે વેપાર કરતું હતું. તેઓ નીલમણિ, મૂલ્યવાન જાંબુડિયાં રંગના વસ્ત્રો, ભરતકામનાં વસ્ત્રો, બારીક શણ, મોતી તથા માણેક આપીને તારો માલ લેતા હતા.
૧૭યહૂદિયા તથા ઇઝરાયલી લોકો તારી સાથે વેપાર કરતા હતા. તેઓ મિન્નીથનાં ઘઉં, બાજરી, મધ, તેલ, ઔષધ તથા બોળ આપતા હતા.
૧૮તારી સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિને લીધે દમસ્કસ તારી સાથે વેપાર કરતું હતું, તારી પાસે કારીગરીનો ઘણો માલ હતો તેને બદલે હેલ્બોનનો દ્રાક્ષારસ તથા સફેદ ઊન આપતા હતા.
