હઝકિયેલ ૨૭:૨૮
તારા નાવિકોની બૂમોથી દરિયા કિનારો કંપી ઊઠશે.હઝકિયેલ ૨૭:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 27:28
- At the sound of the cry of your pilots, the pasture lands will shake.
- हिन्दी — यहेजकेल २७:२८
- तेरे माँझियों की चिल्लाहट के शब्द के मारे तेरे आस-पास के स्थान काँप उठेंगे।
સંદર્ભમાં
૨૬તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે; પૂર્વના પવનોએ તને સમુદ્રની વચ્ચે ભાંગી નાખ્યું છે.
૨૭તારું દ્રવ્ય, તારો માલ, તારો વેપાર, તારા નાવિકો, તારા ખલાસીઓ તારા મરામત કરનારાઓ, તારા માલનો વેપાર કરનારાઓ અને તારી અંદરના યોદ્ધાઓ, તારા સર્વ સૈનિકો તારા નાશના દિવસે સમુદ્રના ઊંડાણોમાં ગરક થઈ જશે.
૨૮તારા નાવિકોની બૂમોથી દરિયા કિનારો કંપી ઊઠશે.
૨૯તારા હલેસાં મારનારાઓ પોતપોતાનાં વહાણો પરથી ઊતરી જશે; નાવિકો તથા ખલાસી સર્વ કિનારા પર ઊભા રહેશે.
૩૦તેઓ તારું દુ:ખ જોઈને વિલાપ કરશે અને દુ:ખમય રુદન કરશે; તેઓ માથા પર ધૂળ નાખશે અને રાખમાં આળોટશે.
