હઝકિયેલ ૨૭:૯
ગેબાલથી આવેલા કુશળ કારીગરો તારું સમારકામ કરતા હતા. દેશપરદેશથી સમુદ્રના બધાં વહાણો તથા ખલાસીઓ તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા.હઝકિયેલ ૨૭:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 27:9
- The old men of Gebal and its wise men were your repairers of ship seams in you. All the ships of the sea with their mariners were in you to deal in your merchandise.
- हिन्दी — यहेजकेल २७:९
- तेरे कारीगर जोड़ाई करनेवाले गबल नगर के पुरनिये और बुद्धिमान लोग थे; तुझ में व्यापार करने के लिये मल्लाहों समेत समुद्र पर के सब जहाज तुझ में आ गए थे। (प्रका. 18:19)
સંદર્ભમાં
૭તારાં સઢ મિસરના રંગીન શણમાંથી બનાવ્યાં હતાં, તે તારી નિશાનીની ગરજ સારતો હતો, તારી છત એલીશા ટાપુઓના નીલ તથા જાંબુડિયાં વસ્ત્રની હતી.
૮તારાં હલેસાં મારનારા સિદોન તથા આર્વાદના રહેવાસીઓ હતા. તારામાં જે તૂરના કુશળ પુરુષો હતા તેઓ તારા ખલાસીઓ હતા.
૯ગેબાલથી આવેલા કુશળ કારીગરો તારું સમારકામ કરતા હતા. દેશપરદેશથી સમુદ્રના બધાં વહાણો તથા ખલાસીઓ તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા.
૧૦ઇરાન, લૂદ તથા પૂટના તારા સૈન્યમાં તારા યોદ્ધા હતા. તેઓએ તારી અંદર ઢાલ અને ટોપ લટકાવ્યા હતા અને તેઓ તારી શોભા વધારતા હતા!
૧૧તારા સૈન્ય સાથે આર્વાદ તથા સિસિલના માણસો તારા કિલ્લાની ચારેબાજુ હતા. ગામ્માદીઓ તારા બુરજોમાં હતા! તેઓએ પોતાની ઢાલો તારી દીવાલો પર ચારેબાજુ લટકાવેલી હતી, તેઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે.
