હઝકિયેલ ૩:૧૨
પછી આત્માએ મને ઉપર ઊંચકી લીધો, મેં મારી પાછળ યહોવાહના સ્થાનમાંથી, “યહોવાહના ગૌરવને ધન્ય હો.” એવા મોટા ગડગડાટનો અવાજ સાંભળ્યો.હઝકિયેલ ૩:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 3:12
- Then the Spirit lifted me up, and I heard behind me the voice of a great rushing, saying, “Blessed be the LORD’s glory from his place.”
- हिन्दी — यहेजकेल ३:१२
- तब परमेश्वर के आत्मा ने मुझे उठाया, और मैंने अपने पीछे बड़ी घड़घड़ाहट के साथ एक शब्द सुना, “यहोवा के भवन से उसका तेज धन्य है।”
સંદર્ભમાં
૧૦પછી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, મારાં સર્વ વચનો જે હું તને કહું તે તારા હૃદયમાં સ્વીકાર અને તારા કાને સાંભળ!
૧૧પછી બંદીવાસીઓ એટલે તારા લોકો પાસે જઈને તેઓની સાથે વાત કરીને તેઓને કહે; ‘પ્રભુ યહોવાહ એવું કહે છે; પછી તો તેઓ સાંભળે કે ન સાંભળે.’”
૧૨પછી આત્માએ મને ઉપર ઊંચકી લીધો, મેં મારી પાછળ યહોવાહના સ્થાનમાંથી, “યહોવાહના ગૌરવને ધન્ય હો.” એવા મોટા ગડગડાટનો અવાજ સાંભળ્યો.
૧૩પેલા પશુઓની પાંખો એકબીજા સાથે અથડાતાં તેનો અવાજ સાંભળ્યો, તેઓની પાસેનાં પૈડાંનો તથા ગડગડાટનો અવાજ સાંભળ્યો.
૧૪પછી આત્મા મને ઊંચે ચઢાવીને દૂર લઈ ગયો; હું દુ:ખી થઈને તથા મારા આત્મામાં ક્રોધી થઈને ગયો, કેમ કે, યહોવાહનો હાથ પ્રબળ રીતે મારા પર હતો.
