હઝકિયેલ ૩૨:૧૮
“હે મનુષ્યપુત્ર, મિસરના આખા સમુદાય માટે રુદન કર. તેને તથા તેની પ્રખ્યાત પ્રજાની દીકરીઓને શેઓલમાં નીચે ઉતારનારાઓની સાથે તું તેઓને અધોલોકમાં નાખ.હઝકિયેલ ૩૨:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 32:18
- “Son of man, wail for the multitude of Egypt, and cast them down, even her and the daughters of the famous nations, to the lower parts of the earth, with those who go down into the pit.
- हिन्दी — यहेजकेल ३२:१८
- “हे मनुष्य के सन्तान, मिस्र की भीड़ के लिये हाय-हाय कर, और उसको प्रतापी जातियों की बेटियों समेत कब्र में गड़े हुओं के पास अधोलोक में उतार।
સંદર્ભમાં
૧૬આ ગીત ગાઈને તેઓ વિલાપ કરશે. પ્રજાની દીકરીઓ વિલાપગાન ગાઈને રૂદન કરશે; તેઓ મિસર માટે વિલાપ કરશે. તેઓ આખા સમુદાય માટે વિલાપ કરશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.
૧૭વળી બારમા વર્ષમાં, તે મહિનાના પંદરમા દિવસે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,
૧૮“હે મનુષ્યપુત્ર, મિસરના આખા સમુદાય માટે રુદન કર. તેને તથા તેની પ્રખ્યાત પ્રજાની દીકરીઓને શેઓલમાં નીચે ઉતારનારાઓની સાથે તું તેઓને અધોલોકમાં નાખ.
૧૯તેઓને કહે, ‘શું તું ખરેખર બીજા કરતાં અતિ સુંદર છે? નીચે જા અને બેસુન્નતીઓની સાથે સૂઈ જા!’
૨૦તેઓ તલવારથી કતલ થયેલાઓની મધ્યે જઈ પડશે. મિસર તલવારને આપવામાં આવે છે; તેના દુશ્મનો તેને તથા તેના સમુદાયને ખેંચી લઈ જશે.
