હઝકિયેલ ૩૨:૨૩
તેઓની કબરો નીચે નરકમાં છે અને તેનો સમુદાય તેની કબરની આસપાસ છે. જેઓ પૃથ્વી પર ત્રાસદાયક હતા, જેઓ તલવારથી કતલ થઈને પડ્યા તેની આસપાસ તેની કબરો છે.હઝકિયેલ ૩૨:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 32:23
- whose graves are set in the uttermost parts of the pit, and her company is around her grave, all of them slain, fallen by the sword, who caused terror in the land of the living.
- हिन्दी — यहेजकेल ३२:२३
- उसकी कब्रें गड्ढे के कोनों में बनी हुई हैं, और उसकी कब्र के चारों ओर उसकी सभा है; वे सब के सब जो जीवनलोक में भय उपजाते थे, अब तलवार से मरे पड़े हैं।
સંદર્ભમાં
૨૧પરાક્રમીઓમાં જેઓ બળવાન છે તેઓ તેની તથા તેના સાથીઓની સાથે શેઓલમાંથી બોલશે: ‘તેઓ અહીં નીચે આવ્યા છે! તેઓ તલવારથી મારી નંખાયેલા બેસુન્નતીઓ સાથે સૂઈ ગયા છે.
૨૨આશ્શૂર પોતાના લોકોની સાથે ત્યાં છે! તેની કબરો તેની આસપાસ છે. તેઓ સર્વની તલવારથી કતલ થઈ હતી.
૨૩તેઓની કબરો નીચે નરકમાં છે અને તેનો સમુદાય તેની કબરની આસપાસ છે. જેઓ પૃથ્વી પર ત્રાસદાયક હતા, જેઓ તલવારથી કતલ થઈને પડ્યા તેની આસપાસ તેની કબરો છે.
૨૪તેની કબરોની આસપાસ એલામ તથા તેનો સમુદાય છે: તેઓમાંના બધા માર્યા ગયા છે. જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ બધા તલવારથી કતલ થઈ પડ્યા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં અધોલોકમાં ઊતરી ગયા છે, કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે.
૨૫તેની આસપાસ તેની કબરો છે. તેઓએ એલામ તથા તેના સમુદાય માટે કતલ થયેલાઓની વચમાં પથારી કરી છે; તેઓમાંના બધા બેસુન્નતીઓ તથા તલવારથી કતલ થયેલા છે. તેઓ પૃથ્વીમાં ત્રાસ લાવ્યા હતા. તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થશે. તેઓને મારી નંખાયેલા મધ્યે મૂકવામાં આવ્યા છે.
