હઝકિયેલ ૩૩:૨૮
હું આ દેશને ઉજ્જડ તથા ત્રાસરૂપ કરીશ અને તેના સામર્થ્યના અભિમાનનો અંત આવશે, ઇઝરાયલના પર્વતો વેરાન થશે, તેમાં થઈને કોઈ પસાર થશે નહિ.’હઝકિયેલ ૩૩:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 33:28
- I will make the land a desolation and an astonishment. The pride of her power will cease. The mountains of Israel will be desolate, so that no one will pass through.
- हिन्दी — यहेजकेल ३३:२८
- मैं उस देश को उजाड़ ही उजाड़ कर दूँगा; और उसके बल का घमण्ड जाता रहेगा; और इस्राएल के पहाड़ ऐसे उजड़ेंगे कि उन पर होकर कोई न चलेगा।
સંદર્ભમાં
૨૬તમે તલવાર પર આધાર રાખ્યો છે અને ધિક્કારપાત્ર કાર્યો કર્યાં છે, દરેક માણસે પોતાના પડોશીની પત્નીને ભ્રષ્ટ કરી છે, છતાં શું તમે દેશનો વારસો પામશો?”
૨૭તું તેઓને કહે; “પ્રભુ યહોવાહ આમ કહે છે કે, મારા જીવના સમ કે, જેઓ ઉજ્જડ નગરોમાં રહે છે, તેઓ તલવારથી માર્યા જશે. જેઓ ખેતરોમાં રહે છે તેઓને હું જીવતાં પશુઓ માટે ખોરાક તરીકે આપીશ, જેઓ ગઢમાં તથા ગુફાઓમાં રહે છે તેઓ મરકીથી મૃત્યુ પામશે.
૨૮હું આ દેશને ઉજ્જડ તથા ત્રાસરૂપ કરીશ અને તેના સામર્થ્યના અભિમાનનો અંત આવશે, ઇઝરાયલના પર્વતો વેરાન થશે, તેમાં થઈને કોઈ પસાર થશે નહિ.’
૨૯તેઓએ કરેલાં ધિક્કારપાત્ર કૃત્યોને કારણે હું દેશને વેરાન તથા ઉજ્જડ બનાવી દઈશ ત્યારે લોકો જાણશે કે હું યહોવાહ છું.
૩૦હે મનુષ્યપુત્ર, તારા લોકો તારા વિષે ભીંતો પાસે તથા ઘરના બારણા પાછળ વાતો કરે છે; તેઓ એકબીજાને-દરેક પોતાના ભાઈને કહે છે, “ચાલો જઈને યહોવાહ તરફથી આવેલું વચન પ્રબોધક દ્વારા સાંભળીએ.”
