હઝકિયેલ ૩૮:૧૩
શેબા, દેદાન, તાર્શીશના વેપારીઓ તથા તેઓના જુવાન યોદ્ધાઓ તને પૂછશે, ‘શું તું લૂંટ ચલાવવા આવ્યો છે? શું તેં સોનું, ચાંદી, જાનવરો તથા સંપત્તિ લઈ જવાને, ભારે લૂંટ કરવાને તારું સૈન્ય એકત્ર કર્યું છે?’”હઝકિયેલ ૩૮:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 38:13
- Sheba, Dedan, and the merchants of Tarshish, with all its young lions, will ask you, ‘Have you come to take the plunder? Have you assembled your company to take the prey, to carry away silver and gold, to take away livestock and goods, to take great plunder?’”’
- हिन्दी — यहेजकेल ३८:१३
- शेबा और ददान के लोग और तर्शीश के व्यापारी अपने देश के सब जवान सिंहों समेत तुझ से कहेंगे, ‘क्या तू लूटने को आता है? क्या तूने धन छीनने, सोना-चाँदी उठाने, पशु और सम्पत्ति ले जाने, और बड़ी लूट अपना लेने को अपनी भीड़ इकट्ठी की है?’
સંદર્ભમાં
૧૧તું કહે કે, હું ખુલ્લા દેશ પર એટલે જેઓ કોટ વગરના સ્થળે રહે છે, જેમને દીવાલો કે દરવાજા નથી પણ શાંતિ તથા સલામતીમાં રહેતા લોકો પર હું ચઢાઈ કરું.
૧૨કે જેથી હું તેઓને લૂંટી લઉં તથા પકડી લઉં, જે ઉજ્જડ નગરોમાં વસ્તી થયેલી છે, પ્રજાઓમાંથી ભેગા કરવામાં આવેલા લોકો જેઓને જાનવર તથા મિલકત પ્રાપ્ત કરવામાં આવેલા છે અને જેઓ પૃથ્વીના મધ્ય ભાગમાં રહે છે તેઓના વિરુદ્ધ હું મારો હાથ લાવું.
૧૩શેબા, દેદાન, તાર્શીશના વેપારીઓ તથા તેઓના જુવાન યોદ્ધાઓ તને પૂછશે, ‘શું તું લૂંટ ચલાવવા આવ્યો છે? શું તેં સોનું, ચાંદી, જાનવરો તથા સંપત્તિ લઈ જવાને, ભારે લૂંટ કરવાને તારું સૈન્ય એકત્ર કર્યું છે?’”
૧૪તેથી હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી કરીને ગોગને કહે, પ્રભુ યહોવાહ કહે છે: જ્યારે મારા ઇઝરાયલી લોકો સુરક્ષિત રહેશે, તે દિવસે તને ખબર નહિ પડે.
૧૫તું ઉત્તરના સૌથી દૂર આવેલા સ્થાનેથી આવશે, તું તથા મોટું સૈન્ય, સર્વ ઘોડેસવાર મોટો સમુદાય થઈને તથા મોટું સૈન્ય બનીને આવશે.
