હઝકિયેલ ૪:૬
તે દિવસો પૂરા કર્યા પછી, ફરી તું તારા જમણા પડખા પર સૂઈ જા, તું ચાલીસ દિવસ યહૂદિયાના લોકોના પાપનો બોજ ઉઠાવ. દરેક વરસને માટે એક દિવસ એ પ્રમાણે તારે માટે મેં ચાલીસ દિવસ ઠરાવ્યા છે.હઝકિયેલ ૪:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 4:6
- “Again, when you have accomplished these, you shall lie on your right side, and shall bear the iniquity of the house of Judah. I have appointed forty days, each day for a year, to you.
- हिन्दी — यहेजकेल ४:६
- जब इतने दिन पूरे हो जाएँ, तब अपने दाहिनी करवट के बल लेटकर यहूदा के घराने के अधर्म का भार सह लेना; मैंने उसके लिये भी और तेरे लिये एक वर्ष के बदले एक दिन अर्थात् चालीस दिन ठहराए हैं।
સંદર્ભમાં
૪પછી, તું તારે ડાબે પડખે સૂઈ જા. અને ઇઝરાયલી લોકોનાં પાપ તેઓના પોતાના પર મૂક; તું જેટલા દિવસ ડાબે પડખે સૂઈ રહેશે તેટલા દિવસ માટે તારે ઇઝરાયલનાં પાપોનો બોજ ઉઠાવશે.
૫મેં ઠરાવ્યું છે કે તેઓનાં પાપોના વરસો તેટલાં દિવસો સુધી, ત્રણસોને નેવું દિવસ સુધી તું ઇઝરાયલી લોકોના પાપનો બોજ ઉઠાવશે.
૬તે દિવસો પૂરા કર્યા પછી, ફરી તું તારા જમણા પડખા પર સૂઈ જા, તું ચાલીસ દિવસ યહૂદિયાના લોકોના પાપનો બોજ ઉઠાવ. દરેક વરસને માટે એક દિવસ એ પ્રમાણે તારે માટે મેં ચાલીસ દિવસ ઠરાવ્યા છે.
૭પછી તું તારો હાથ ખુલ્લો રાખીને યરુશાલેમના ઘેરા તરફ તારું મુખ ફેરવ. તારે તે શહેરની વિરુદ્ધ ભવિષ્ય ભાખવું.
૮કેમ કે જો, હું તને દોરડાં વડે બાંધું છું, ઘેરાના દિવસ પૂરા થતાં સુધી તું એક પડખેથી બીજે પડખે ફરી નહિ શકે.
