હઝકિયેલ ૪૦:૨૮
ત્યાર બાદ તે માણસ મને દક્ષિણના દરવાજામાં થઈને અંદરના આંગણાંમાં લાવ્યો. તેણે તે દરવાજો માપ્યો તો તેનું માપ બીજા દરવાજા જેટલું જ હતું.હઝકિયેલ ૪૦:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 40:28
- Then he brought me to the inner court by the south gate. He measured the south gate according to these measurements;
- हिन्दी — यहेजकेल ४०:२८
- तब वह दक्षिणी फाटक से होकर मुझे भीतरी आँगन में ले गया, और उसने दक्षिणी फाटक को मापकर वैसा ही पाया।
સંદર્ભમાં
૨૬ત્યાં સાત પગથિયાં ચઢીને જવાતું હતું, તેની આગળ પરસાળ હતી. દીવાલો પર ખજૂરીનાં વૃક્ષો કોતરેલાં હતાં.
૨૭દક્ષિણ તરફ અંદરના આંગણાંમાં દરવાજો હતો. પેલા માણસે આ બીજા દરવાજા સુધીનું અંતર માપ્યું તો તે સો હાથ હતું.
૨૮ત્યાર બાદ તે માણસ મને દક્ષિણના દરવાજામાં થઈને અંદરના આંગણાંમાં લાવ્યો. તેણે તે દરવાજો માપ્યો તો તેનું માપ બીજા દરવાજા જેટલું જ હતું.
૨૯આ દરવાજાની ખંડો, દીવાલો તથા પરસાળનું માપ બીજા દરવાજા પ્રમાણે હતું; પરસાળની આસપાસ બારીઓ હતી. અંદરનો દરવાજો તથા તેની પરસાળની લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી.
૩૦ચોગરદમ પરસાળ હતી. દરેક પચીસ હાથ લાંબી અને પાંચ હાથ પહોળી.
