હઝકિયેલ ૪૦:૩
તે મને ત્યાં લાવ્યા. જુઓ, ત્યાં પિત્તળની જેમ એક ચળકતો માણસ હતો. તેના હાથમાં માપવા માટે શણની દોરી તથા માપદંડ હતાં, તે નગરના દરવાજા આગળ ઊભો હતો.હઝકિયેલ ૪૦:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 40:3
- He brought me there; and, behold, there was a man whose appearance was like the appearance of bronze, with a line of flax in his hand and a measuring reed; and he stood in the gate.
- हिन्दी — यहेजकेल ४०:३
- जब वह मुझे वहाँ ले गया, तो मैंने क्या देखा कि पीतल का रूप धरे हुए और हाथ में सन का फीता और मापने का बाँस लिए हुए एक पुरुष फाटक में खड़ा है। (प्रका. 11:1, प्रका. 21:15)
સંદર્ભમાં
૧અમારા બંદીવાસના પચીસમા વર્ષે તે વર્ષની શરૂઆતના મહિનાના દસમા દિવસે એટલે નગરનો પરાજય થયા પછી ચૌદમા દિવસે યહોવાહનો હાથ મારા પર આવ્યો અને તે મને ત્યાં લાવ્યો.
૨સંદર્શનમાં ઈશ્વરે મને ઇઝરાયલ દેશમાં લાવ્યા. ઊંચા પર્વત પર દક્ષિણે એક નગર જેવું મકાન હતું તેના પર મને બેસાડ્યો.
૩તે મને ત્યાં લાવ્યા. જુઓ, ત્યાં પિત્તળની જેમ એક ચળકતો માણસ હતો. તેના હાથમાં માપવા માટે શણની દોરી તથા માપદંડ હતાં, તે નગરના દરવાજા આગળ ઊભો હતો.
૪તે માણસે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારી આંખોથી જો, કાનથી સાંભળ, હું તને જે કંઈ બતાવું તેના પર તારું મન લગાડ, કેમ કે, હું તને તે બતાવું એ માટે હું તને અહીં લાવ્યો છું. તું જે જુએ છે તે બધું ઇઝરાયલી લોકોને જણાવ.”
૫સભાસ્થાનની ચારે તરફ દીવાલ હતી. એનો માપદંડ માણસના હાથમાં હતો, એક હાથ અને ચાર આંગળાનો એક, એવા છ હાથનો લાંબો માપવાનો માપદંડ તે માણસના હાથમાં હતો; તેણે તે દીવાલની પહોળાઈ માપી, તે એક લાકડી જેટલી હતી, ઊંચાઈ પણ એક લાકડી જેટલી હતી.
