હઝકિયેલ ૪૦:૪૩
પરસાળની ભીંતે એક વેંત લાંબી કડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું.હઝકિયેલ ૪૦:૪૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 40:43
- The hooks, a hand width long, were fastened within all around. The meat of the offering was on the tables.
- हिन्दी — यहेजकेल ४०:४३
- भीतर चारों ओर चार अंगुल भर की आंकड़ियाँ लगी थीं, और मेजों पर चढ़ावे का माँस रखा हुआ था।
સંદર્ભમાં
૪૧દરવાજાની આ બાજુએ ચાર મેજ અને પેલી બાજુએ ચાર મેજ; એમ દરવાજાની બાજુએ કુલ આઠ મેજ હતી. જેના ઉપર પશુઓને કાપવામાં આવતાં હતાં.
૪૨ત્યાં દહનીયાર્પણ માટે ઘડેલા પથ્થરની ચાર મેજ હતી. તે દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી અને એક હાથ ઊંચી હતી. તેના ઉપર દહનીયાપર્ણો તથા બલિદાન કાપવાનાં હથિયારો મૂકાતાં હતાં.
૪૩પરસાળની ભીંતે એક વેંત લાંબી કડીઓ લગાડેલી હતી અને મેજ ઉપર અર્પણ માટેનું માંસ હતું.
૪૪અંદરના દરવાજાની પાસે, અંદરના આંગણામાં ગાયકોને સારુ ઓરડીઓ હતી. એક ઓરડી ઉત્તર બાજુ અને બીજી ઓરડી દક્ષિણ બાજુ હતી.
૪૫પેલા માણસે મને કહ્યું, “દક્ષિણ તરફના મુખવાળી ઓરડી ઘરમાં સેવા કરનાર યાજકો માટે છે.
