હઝકિયેલ ૪૦:૪૬
ઉત્તર તરફ મુખવાળી ઓરડી વેદીની સંભાળ રાખનાર યાજકો માટે છે, તેઓ સાદોકના વંશજો છે, જેઓ યહોવાહની સેવા કરવા પાસે જઈ શકે છે, તેઓ લેવીના વંશજો છે.”હઝકિયેલ ૪૦:૪૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 40:46
- The room which faces toward the north is for the priests who perform the duty of the altar. These are the sons of Zadok, who from among the sons of Levi come near to the LORD to minister to him.”
- हिन्दी — यहेजकेल ४०:४६
- और जिस कोठरी का द्वार उत्तर की ओर है, वह उन याजकों के लिये है जो वेदी की चौकसी करते हैं; ये सादोक की सन्तान हैं; और लेवियों में से यहोवा की सेवा टहल करने को केवल ये ही उसके समीप जाते हैं।”
સંદર્ભમાં
૪૪અંદરના દરવાજાની પાસે, અંદરના આંગણામાં ગાયકોને સારુ ઓરડીઓ હતી. એક ઓરડી ઉત્તર બાજુ અને બીજી ઓરડી દક્ષિણ બાજુ હતી.
૪૫પેલા માણસે મને કહ્યું, “દક્ષિણ તરફના મુખવાળી ઓરડી ઘરમાં સેવા કરનાર યાજકો માટે છે.
૪૬ઉત્તર તરફ મુખવાળી ઓરડી વેદીની સંભાળ રાખનાર યાજકો માટે છે, તેઓ સાદોકના વંશજો છે, જેઓ યહોવાહની સેવા કરવા પાસે જઈ શકે છે, તેઓ લેવીના વંશજો છે.”
૪૭પછી તેણે આંગણું માપ્યું તે સો હાથ લાંબુ અને સો હાથ પહોળું હતું. સભાસ્થાનની આગળ વેદી હતી.
૪૮પછી તે માણસ મને સભાસ્થાનની ઓસરીમાં લાવ્યો અને તેની બારસાખો માપી તો તે પાંચ હાથ લાંબી તથા પાંચ હાથ પહોળી હતી. દરેક બાજુની દીવાલ ત્રણ હાથ પહોળી હતી.
