હઝકિયેલ ૪૧:૨૩
પવિત્રસ્થાન તથા પરમપવિત્રસ્થાનને બે બારણાં હતાં.હઝકિયેલ ૪૧:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 41:23
- The temple and the sanctuary had two doors.
- हिन्दी — यहेजकेल ४१:२३
- मन्दिर और पवित्रस्थान के द्वारों के दो-दो किवाड़ थे।
સંદર્ભમાં
૨૧પવિત્રસ્થાનનાં બારણાંની બારસાખો ચોરસ હતી. અને તેઓ બધા દેખાવમાં એક જેવા હતા.
૨૨પરમપવિત્રસ્થાનમાં લાકડાની વેદી હતી, તે દરેક બાજુથી ત્રણ હાથ ઊંચી અને બે હાથ પહોળી હતી. તેના ખૂણા, તેનું તળિયું, તથા તેના ચોકઠાં લાકડાનાં બનેલાં હતાં. તે માણસે મને કહ્યું કે, “આ યહોવાહની હજૂરની મેજ છે.”
૨૩પવિત્રસ્થાન તથા પરમપવિત્રસ્થાનને બે બારણાં હતાં.
૨૪પ્રત્યેક બારણાને બે કમાડ હતાં, બે ફરતાં કમાડ હતાં; એક બારણાને બે કમાડ, બીજા બારણાને પણ બે.
૨૫પવિત્રસ્થાનના દરવાજા પર, જેમ દીવાલો પર કોતરેલાં હતાં, તેમ કરુબો તથા ખજૂરીઓ કોતરેલાં હતાં, ઓસરીની આગળની બાજુએ લાકડાના જાડા ભારોટીયા હતા.
