હઝકિયેલ ૪૨:૧૦
બહારના આંગણાની પૂર્વ તરફ, પવિત્રસ્થાનના આગળના ભાગના આંગણામાં ઓરડીઓ હતી.હઝકિયેલ ૪૨:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 42:10
- In the thickness of the wall of the court toward the east, before the separate place, and before the building, there were rooms.
- हिन्दी — यहेजकेल ४२:१०
- आँगन की दीवार की चौड़ाई में पूर्व की ओर अलग स्थान और भवन दोनों के सामने कोठरियाँ थीं।
સંદર્ભમાં
૮બહારના આંગણા તરફ આવેલી ઓરડીની લંબાઈ પચાસ હાથ હતી, પવિત્રસ્થાન તરફ આવેલ ઓરડીઓની લંબાઈ સો હાથ હતી.
૯બહારના આંગણામાથી ઓરડીઓમાં આવતા નીચે થઈને પૂર્વ બાજુએ જવાતું હતું.
૧૦બહારના આંગણાની પૂર્વ તરફ, પવિત્રસ્થાનના આગળના ભાગના આંગણામાં ઓરડીઓ હતી.
૧૧તેમની આગળનો માર્ગ ઉત્તર તરફની ઓરડીઓ જેવો લંબાઈમાં અને પહોળાઈમાં સરખો હતો. તેઓનાં સર્વ દ્વારો તેમના ઘાટ પ્રમાણે તથા તેમના દરવાજા પ્રમાણે હતાં.
૧૨ઓરડીઓના દક્ષિણ તરફનાં બારણાં જેવા જ ઉત્તર તરફ હતાં. અંદરના માર્ગે બારણું હતું, તે માર્ગ અલગ અલગ ઓરડીઓમાં ખૂલતો હતો. પૂર્વ તરફ માર્ગના અંતે બારણું હતું.
