હઝકિયેલ ૪૨:૧૫
જ્યારે તેણે અંદરના ભાગનું માપ લેવાનું પૂરું કર્યું તે પછી, મને પૂર્વ તરફના મુખવાળા દરવાજામાંથી બહાર લાવ્યો અને ચારે બાજુનું માપ લીધું.હઝકિયેલ ૪૨:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 42:15
- Now when he had finished measuring the inner house, he brought me out by the way of the gate which faces toward the east, and measured it all around.
- हिन्दी — यहेजकेल ४२:१५
- जब वह भीतरी भवन को माप चुका, तब मुझे पूर्व दिशा के फाटक के मार्ग से बाहर ले जाकर बाहर का स्थान चारों ओर मापने लगा।
સંદર્ભમાં
૧૩તે માણસે મને કહ્યું, “ઉત્તર તરફની ઓરડીઓ તથા દક્ષિણ તરફની ઓરડીઓ પવિત્ર ઓરડીઓ છે, જ્યાં યહોવાહની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે. તેઓ ત્યાં અતિ પવિત્ર વસ્તુઓ અર્પણ કરે છે એટલે ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો તથા દોષાર્થાર્પણો, કેમ કે તે પવિત્ર સ્થાન છે.
૧૪યાજકોએ તેમાં પ્રવેશ કર્યા પછી તેઓએ પવિત્રસ્થાનમાંથી બહારના આંગણાંમાં જવું નહિ, સેવા કરતી વખતે પહેરવાનાં વસ્ત્રો તેઓએ ત્યાં જ રાખવાં, કેમ કે તેઓ પવિત્ર છે. જેથી તેઓએ લોકોની પાસે જતા પહેલાં બીજાં વસ્ત્રો પહેરવા.”
૧૫જ્યારે તેણે અંદરના ભાગનું માપ લેવાનું પૂરું કર્યું તે પછી, મને પૂર્વ તરફના મુખવાળા દરવાજામાંથી બહાર લાવ્યો અને ચારે બાજુનું માપ લીધું.
૧૬તેણે માપદંડ લીધો અને પૂર્વ બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
૧૭તેણે માપદંડથી ઉત્તર બાજુ માપી; તે પાંચસો હાથ હતી.
