હઝકિયેલ ૪૩:૧૨
આ સભાસ્થાનનો નિયમ છે: પર્વતનાં શિખરો પરની ચારેબાજુની સરહદો પરમપવિત્ર ગણાય. જો, આ સભાસ્થાનનો નિયમ છે.હઝકિયેલ ૪૩:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 43:12
- “This is the law of the house. On the top of the mountain the whole limit around it shall be most holy. Behold, this is the law of the house.
- हिन्दी — यहेजकेल ४३:१२
- भवन का नियम यह है कि पहाड़ की चोटी के चारों ओर का सम्पूर्ण भाग परमपवित्र है। देख भवन का नियम यही है।
સંદર્ભમાં
૧૦હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલી લોકોને આ સભાસ્થાન વિષે બતાવ જેથી તેઓ પોતાના અન્યાયથી શરમાય. તેઓ આ વર્ણન વિષે વિચાર કરે.
૧૧જો તેઓએ જે કર્યું તેને લીધે તેઓ શરમાતા હોય તો તું તેઓને સભાસ્થાનની આકૃતિ, તેની યોજના, તેના દાખલ થવાના તથા બહાર નીકળવાના દરવાજા, તેનું બંધારણ તથા તેના બધા નિયમો તથા વિધિઓ તેઓને જણાવ. આ બધું તું તેઓના દેખતાં લખી લે, જેથી તેઓ તેની રચના તથા તેના બધા નિયમોનું પાલન કરે.
૧૨આ સભાસ્થાનનો નિયમ છે: પર્વતનાં શિખરો પરની ચારેબાજુની સરહદો પરમપવિત્ર ગણાય. જો, આ સભાસ્થાનનો નિયમ છે.
૧૩વેદીનું માપ હાથ મુજબ નીચે પ્રમાણે છે: એક હાથ અને ચાર આંગળાનો સમજવો; વેદીના પાયાની ચારેબાજુ એક હાથ ઊંડી અને એક હાથ પહોળી નીક હતી. તેની ચારેબાજુની કિનારી પર એક વેંત પહોળી કોર હતી.
૧૪જમીનના નીચેના ભાગથી તે પાયા સુધીનું માપ બે હાથ હતું. તે પછી વેદીના નાના પાયાનું તથા મોટા પાયાનું માપ ચાર હાથ હતું, મોટો પાયો એક હાથ પહોળો હતો.
