હઝકિયેલ ૪૩:૮
તેઓએ પોતાના ઉંબરા મારા ઉંબરા પાસે તથા પોતાની બારસાખો મારી બારસાખો પાસે બેસાડી હતી. મારી તથા તેમની વચ્ચે માત્ર એક જ દીવાલ હતી. તેઓએ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યોથી મારા પવિત્ર નામને અપવિત્ર કર્યું છે, તેથી હું તેઓને મારા ક્રોધમાં નાશ કરીશ.હઝકિયેલ ૪૩:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 43:8
- in their setting of their threshold by my threshold and their door post beside my door post. There was a wall between me and them; and they have defiled my holy name by their abominations which they have committed. Therefore I have consumed them in my anger.
- हिन्दी — यहेजकेल ४३:८
- वे अपनी डेवढ़ी मेरी डेवढ़ी के पास, और अपने द्वार के खम्भे मेरे द्वार के खम्भों के निकट बनाते थे, और मेरे और उनके बीच केवल दीवार ही थी, और उन्होंने अपने घिनौने कामों से मेरा पवित्र नाम अशुद्ध ठहराया था; इसलिए मैंने कोप करके उन्हें नाश किया।
સંદર્ભમાં
૬મેં સાંભળ્યુ કે સભાસ્થાનની અંદરથી મારી સાથે કોઈ વાત કરી રહ્યું હતું. તે માણસ મારી બાજુમાં ઊભો હતો.
૭તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ મારું સિંહાસન તથા મારા પગના તળિયાની જગ્યા છે. જ્યાં હું ઇઝરાયલી લોકો વચ્ચે સદાકાળ સુધી રહીશ. ઇઝરાયલી લોકો ફરી કદી મારા પવિત્ર નામને અપવિત્ર કરશે નહિ, તેઓ કે તેઓના રાજાઓ તેઓના વ્યભિચારથી તથા તેઓના રાજાઓના મૃતદેહોથી ભ્રષ્ટ કરશે નહિ.
૮તેઓએ પોતાના ઉંબરા મારા ઉંબરા પાસે તથા પોતાની બારસાખો મારી બારસાખો પાસે બેસાડી હતી. મારી તથા તેમની વચ્ચે માત્ર એક જ દીવાલ હતી. તેઓએ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યોથી મારા પવિત્ર નામને અપવિત્ર કર્યું છે, તેથી હું તેઓને મારા ક્રોધમાં નાશ કરીશ.
૯હવે તેઓ પોતાનો વ્યભિચાર તથા તેઓના રાજાઓના મૃતદેહોને મારી આગળથી દૂર કરે તો હું તેઓની મધ્યે સદાકાળ વસીશ.
૧૦હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલી લોકોને આ સભાસ્થાન વિષે બતાવ જેથી તેઓ પોતાના અન્યાયથી શરમાય. તેઓ આ વર્ણન વિષે વિચાર કરે.
