હઝકિયેલ ૪૪:૨૧
કોઈ પણ યાજક દ્રાક્ષારસ પીને આંગણામાં આવે નહિ,હઝકિયેલ ૪૪:૨૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 44:21
- None of the priests shall drink wine when they enter into the inner court.
- हिन्दी — यहेजकेल ४४:२१
- भीतरी आँगन में जाने के समय कोई याजक दाखमधु न पीए।
સંદર્ભમાં
૧૯જ્યારે તેઓ બહારનાં આંગણામાં, એટલે બહારના આંગણામાં લોકો પાસે જાય, ત્યારે તેઓ સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારીને તેમને પવિત્ર ઓરડીમાં મૂકે. જેથી તેઓનાં પોતાનાં ખાસ વસ્ત્રોથી લોકો પવિત્ર થઈ જાય નહિ.
૨૦તેઓ પોતાનાં માથાંનું મુંડન કરાવે નહિ કે પોતાના વાળને વધવા ન દે, પણ તે પોતાના માથાના વાળ કપાવે.
૨૧કોઈ પણ યાજક દ્રાક્ષારસ પીને આંગણામાં આવે નહિ,
૨૨તેઓ વિધવા કે છૂટાછેડા લીધેલી સ્ત્રી સાથે લગ્ન ન કરે; પણ ફક્ત ઇઝરાયલમાંથી કુંવારી તથા અગાઉ યાજકની સાથે લગ્ન કરેલી વિધવા સાથે લગ્ન કરી શકે.
૨૩તેઓ મારા લોકોને પવિત્ર તથા અપવિત્ર વચ્ચેનો ભેદ શીખવે; તેઓએ શુદ્ધ તથા અશુદ્ધ વચ્ચેનો ભેદ સમજાવવો.
