હઝકિયેલ ૪૫:૧૦
‘તમારે સાચાં ત્રાજવાં, સાચો એફાહ, સાચા બાથ રાખવા.હઝકિયેલ ૪૫:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 45:10
- “You shall have just balances, a just ephah, and a just bath.
- हिन्दी — यहेजकेल ४५:१०
- “तुम्हारे पास सच्चा तराजू, सच्चा एपा, और सच्चा बत रहे।
સંદર્ભમાં
૮સરદારને આ જમીન ઇઝરાયલમાં સંપત્તિ તરીકે મળે, મારા સરદારો ફરી કદી મારા લોકો પર જુલમ કરે નહિ; પણ, તેઓ ઇઝરાયલી લોકોને, તેઓનાં કુળ પ્રમાણે જમીન આપે.’”
૯પ્રભુ યહોવાહ આમ કહે છે: ‘હે ઇઝરાયલના સરદારો, ‘આટલું બસ કરો, હિંસા તથા ઝઘડો દૂર કરો; યથાર્થ ઇનસાફ કરો! મારા લોકો પરથી તમારો જુલમ બંધ કરો.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.
૧૦‘તમારે સાચાં ત્રાજવાં, સાચો એફાહ, સાચા બાથ રાખવા.
૧૧એફાહ તથા બાથ એક જ માપના હોવા જોઈએ. બાથમાં હોમેરનો દસમો ભાગ હોય, એફાહમાં હોમેરનો દસમો ભાગ હોય. તેનું માપ હોમેરના ભાગ જેટલું હોય.
૧૨એક શેકેલ વીસ ગેરાહનો હોય; માનેહ સાઠ શેકેલનો હોવો જોઈએ. તમારો માનેહ વીસ શેકેલ, પચીસ તથા પચાસ શેકેલનો હોવો જોઈએ.
