હઝકિયેલ ૪૫:૩
આ ભાગમાંથી તારે પચીસ હાથ લાંબી અને દશ હાથ પહોળી જગા માપવી તે તારે માટે પવિત્રસ્થાન એટલે પરમપવિત્રસ્થાન થાય.હઝકિયેલ ૪૫:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 45:3
- Of this measure you shall measure a length of twenty-five thousand, and a width of ten thousand. In it shall be the sanctuary, which is most holy.
- हिन्दी — यहेजकेल ४५:३
- उस पवित्र भाग में तुम पच्चीस हजार बाँस लम्बी और दस हजार बाँस चौड़ी भूमि को मापना, और उसी में पवित्रस्थान बनाना, जो परमपवित्र ठहरे।
સંદર્ભમાં
૧જ્યારે તમે ચિઠ્ઠી નાખીને વારસો વહેંચી લો ત્યારે તમારે યહોવાહને અર્પણ ચઢાવવું; એટલે કે તે દેશનો અમુક ભાગ અર્પણ કરવો. તે ભાગ પચીસ હજાર હાથ લાંબો તથા દસ હજાર હાથ પહોળો હોય. તેની ચારે બાજુનો ભાગ પવિત્ર ગણાય.
૨આમાંથી પવિત્રસ્થાનની ચારેબાજુ પાંચસો હાથ લાંબી તથા પાંચસો હાથ પહોળી ચોરસ જગા રાખવી તેની આસપાસ પચાસ હાથ પહોળી જગા રાખવી.
૩આ ભાગમાંથી તારે પચીસ હાથ લાંબી અને દશ હાથ પહોળી જગા માપવી તે તારે માટે પવિત્રસ્થાન એટલે પરમપવિત્રસ્થાન થાય.
૪તે જમીનનો પવિત્ર ભાગ છે. જેઓ યહોવાહની સેવા કરવા સારુ પાસે આવે છે, તે યાજકોને સારુ રહે. તે જગા તેઓનાં ઘરો માટે તથા પવિત્રસ્થાનને સારુ થાય.
૫પચીસ હાથ લાંબી અને દશ હાથ પહોળી જગા, લેવીઓ કે જેઓ સભાસ્થાનની સેવા કરતા લેવીઓ માટે વતનરૂપી થાય.
