હઝકિયેલ ૪૫:૬
“પવિત્ર ભૂમિની પાસે લગોલગ પાંચહજાર હાથ પહોળો અને પચીસહજાર હાથ લાંબો ભાગ નગરને માટે નિયુક્ત કરવો. આ નગર બધા ઇઝરાયલી લોકો માટે છે.હઝકિયેલ ૪૫:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — Ezekiel 45:6
- “‘“You shall appoint the possession of the city five thousand cubits wide and twenty-five thousand long, side by side with the offering of the holy portion. It shall be for the whole house of Israel.
- हिन्दी — यहेजकेल ४५:६
- “फिर नगर के लिये, अर्पण किए हुए पवित्र भाग के पास, तुम पाँच हजार बाँस चौड़ी और पच्चीस हजार बाँस लम्बी, विशेष भूमि ठहराना; वह इस्राएल के सारे घराने के लिये हो।
સંદર્ભમાં
૪તે જમીનનો પવિત્ર ભાગ છે. જેઓ યહોવાહની સેવા કરવા સારુ પાસે આવે છે, તે યાજકોને સારુ રહે. તે જગા તેઓનાં ઘરો માટે તથા પવિત્રસ્થાનને સારુ થાય.
૫પચીસ હાથ લાંબી અને દશ હાથ પહોળી જગા, લેવીઓ કે જેઓ સભાસ્થાનની સેવા કરતા લેવીઓ માટે વતનરૂપી થાય.
૬“પવિત્ર ભૂમિની પાસે લગોલગ પાંચહજાર હાથ પહોળો અને પચીસહજાર હાથ લાંબો ભાગ નગરને માટે નિયુક્ત કરવો. આ નગર બધા ઇઝરાયલી લોકો માટે છે.
૭સરદારને માટે પવિત્રસ્થાનની તથા નગરની બન્ને બાજુએ તથા પશ્ચિમ દિશાએ તથા પૂર્વ દિશાએ જમીન હોય. લંબાઈમાં ભાગોમાંના એકની બરાબર, પશ્ચિમ તરફની સીમા પૂર્વ તરફની સીમા સુધી હોય.
૮સરદારને આ જમીન ઇઝરાયલમાં સંપત્તિ તરીકે મળે, મારા સરદારો ફરી કદી મારા લોકો પર જુલમ કરે નહિ; પણ, તેઓ ઇઝરાયલી લોકોને, તેઓનાં કુળ પ્રમાણે જમીન આપે.’”
